Get The App

ગુજરાતના છ જિલ્લામાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું ઍલર્ટ, 62થી 87 કિમીની ઝડપે ફૂંકાશે પવન

Updated: May 17th, 2025

GS TEAM


Google News
Google News
ગુજરાતના છ જિલ્લામાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું ઍલર્ટ, 62થી 87 કિમીની ઝડપે ફૂંકાશે પવન 1 - image


Rain Forecast In Gujarat : ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સિનોપ્ટિક સિચ્યુએશનના કારણે આગામી 23 મે સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી છે. જ્યારે આજે શનિવારે (17 મે, 2025) નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે, ત્યારે આજે બપોરના 4  વાગ્યાથી આગામી ત્રણ કલાક સુધી છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, નર્મદા, ડાંગ, તાપી જિલ્લામાં ગાજવીજ અને 62-87 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની સાથે ભારે વરસાદની હવામાન વિભાગે ચેતવણી આપી છે. જ્યારે સતત ત્રણ દિવસ દરમિયાન રાજ્યના સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. ચાલો જાણીએ કયા દિવસે ક્યાં-ક્યાં પડશે કમોસમી વરસાદ. 

ગુજરાતના છ જિલ્લામાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું ઍલર્ટ, 62થી 87 કિમીની ઝડપે ફૂંકાશે પવન 2 - image

18થી 20 મેની આગાહી 

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 18થી 20 મે દરમિયાન સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી છે.

21 મેની આગાહી

21 મેના રોજ રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અને વડોદરા, છોટા ઉદેપર, નર્મદા, ભરૂચ, સુરત, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, નવસારી જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 

ગુજરાતના છ જિલ્લામાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું ઍલર્ટ, 62થી 87 કિમીની ઝડપે ફૂંકાશે પવન 3 - image

આ પણ વાંચો: અરબી સમુદ્રમાં સાયક્લોન સર્જાશે, હવામાન વિભાગે વરસાદ સાથે વાવાઝોડાની કરી આગાહી

22-23 મેની આગાહી

રાજ્યમાં આગામી  22-23 મેના રોજ અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ જિલ્લામાં મેઘગર્જના સાથે ભારે વરસાદની આગાહી છે. આ સાથે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદની શક્યતા છે. 

ગુજરાતના છ જિલ્લામાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું ઍલર્ટ, 62થી 87 કિમીની ઝડપે ફૂંકાશે પવન 4 - image



Tags :