જન્માષ્ટમી સહિતના તહેવારોમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 20મી ઑગસ્ટ સુધી ઍલર્ટ
Rain Forecast in Gujarat: ગુજરાતમાં વિરામ બાદ આગામી દિવસોમાં વરસાદનું જોર વધશે. ત્યારે સાતમ-આઠમના તહેવાર વચ્ચે રાજ્યમાં વરસાદની શક્યતા વધી ગઈ છે. રાજ્યમાં વરસાદની ચાર સિસ્ટમ સક્રિય થતાં આગામી 15થી 20 ઑગસ્ટ સુધી સામાન્યથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
15મી અને 16મી ઑગસ્ટે આ જિલ્લામાં ભારે વરસાદ પડશે
હવામાન વિભાગની આગાહી અનુસાર, 15મી ઑગસ્ટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
16મી ઑગસ્ટ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
17મી અને 18મી ઑગસ્ટની આગાહી
17મી ઑગસ્ટના રોજ ફરીથી વરસાદની તીવ્રતા વધતી દેખાય છે. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, આણંદ, ભરુચ, વડોદરા, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે.
આ પણ વાંચો: સુરત: જન્માષ્ટમીએ ખોલ્યા રોજગારીના દ્વાર, સૌરાષ્ટ્રની મહિલાઓએ વાઘા બનાવી કરી કમાણી
18મી ઑગસ્ટે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી સાથે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત જામનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
19મીથી 20મી ઑગસ્ટની આગાહી
19મી ઑગસ્ટે તો ગુજરાતના તમામ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ દિવસે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી સાથે ઑરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંતના તમામ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
20મી ઑગસ્ટ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમરેલી, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત કચ્છ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, જામનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, ભરુચ, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
ગુજરાતમાં સરેરાશ 64 ટકા વરસાદ નોંધાયો
ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં સરેરાશ 22 ઇંચ સાથે 64 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. અત્યારસુધીના નોંધપાત્ર વરસાદને પગલે ખેતી પણ ખીલી ઊઠી છે. અત્યારસુધી 82 ટકા વિસ્તારમાં વાવણી પૂર્ણ થઈ છે. આ ઉપરાંત 206 જળાશયોમાં સરેરાશ જળસ્તર 69 ટકા છે, જ્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં સરેરાશ 78 ટકા જળસ્તર છે.