Gujarat

Gujarat Rain : 4 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, મેઘરાજા બોલાવશે ધડબડાટી

By GS TEAM
20 Jun 20252 mins read
TukuTouch Logo
રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસુ પ્રવેશી ગયું છે. રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે. આજે હવામાન વિભાગે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપ્યું છે. ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં આગામી 7 દિવસ દરમિયાન પણ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે દરિયાકાંઠે 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને 25 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદને પગલે ઍલર્ટ જાહેર કર્યું છે. આ સાથે અન્ય 18 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ચાલો જાણીએ આગામી દિવસોમાં કેવો રહેશે વરસાદી માહોલ.

Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Rain : 4 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, મેઘરાજા બોલાવશે ધડબડાટી

Rain Forecast, Gujarat :  રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસુ પ્રવેશી ગયું છે. રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે. આજે હવામાન વિભાગે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપ્યું છે. ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં આગામી 7 દિવસ દરમિયાન પણ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે દરિયાકાંઠે 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને 25 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદને પગલે ઍલર્ટ જાહેર કર્યું છે. આ સાથે અન્ય 18 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ચાલો જાણીએ આગામી દિવસોમાં કેવો રહેશે વરસાદી માહોલ. 

આજે ડાંગમાં સાર્વત્રિક વરસાદ 

હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે  ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ડાંગના આહવામાં 2.36 ઇંચ, વઘઇમાં 3.48 ઇંચ, સુબીરમાં 2.24 ઇંચ અને હિલ સ્ટેશન સાપુતારામાં 2.47 ઇંચ ખાબક્યો છે. ડાંગ જિલ્લાની પૂર્ણા, અંબિકા, ખાપરી, ગીરા નદી બે કાંઠે વહેવા લાગી છે. 

6 દિવસ ભારેથી અતિભારે વરસાદનું ઍલર્ટ

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આજે સુરત, તાપી, ભરુચ, મહીસાગર, દાહોદ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, આણંદ, અરવલ્લી, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

આ પણ વાંચો: જગન્નાથજીની 148મી રથયાત્રા પરંપરાગત રીતે નીકળશે, પ્લેન ક્રેશ દુર્ઘટના બાદની અટકળોનો અંત

20-21 જૂનની આગાહી

રાજ્યમાં 20 જૂનના રોજ ભરુચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને 21 જૂને બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, ડાંગ વલસાડ જિલ્લામાં ભારે વરસાદને યલો ઍલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે.

22 જૂનની આગાહી

22 જૂનના રોજ રાજ્યના 19 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિભારે વરસાદ અને કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર, આણંદ, ખેડા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, નવસારી, ડાંગ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. 

23 જૂનની આગાહી

23 જૂને સાબરકાંઠામાં ઑરેન્જ ઍલર્ટને પગલે અતિભારે વરસાદ અને કચ્છ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી, જામનગર, દેવભૂમિ દ્વારકા, નવસારી, વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટને પગલે ભારે વરસાદની શક્યતા છે. 

24-25 જૂનની આગાહી

રાજ્યમાં 24 જૂને નવસારી, વલસાડ, કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને 25 જૂને દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે.