Get The App

સુરતના વિદ્યાર્થીની કમાલ, હૃદયનું સતત મોનિટરિંગ કરી ડૉક્ટરને બધો ડેટા પહોંચાડતી ચીપ બનાવી

Updated: Sep 3rd, 2025

GS TEAM

Google News
Google News
Heart Monitoring Chip


Heart Monitoring Chip: કોરોના બાદ અચાનક હાર્ટ એટેકના કેસમાં વધારા વચ્ચે સુરતની એસવીએનઆઇટીમાં પીએચ.ડીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ગાઇડ અને અન્ય અઘ્યાપકની મદદથી દોઢ વર્ષની મહેનત બાદ એક એવી ચીપ તૈયાર કરી છે. જે હૃદયનું સતત મોનિટરીંગ કરે છે. અને બ્લુટુથ કે અન્ય ડિવાઇસથી તમામ ડેટા ડોકટર પાસે પહોંચાડી શકાય છે. દેશમાં કુલ 31 સેમીકન્ડકટર ચીપ તૈયાર થઇ છે તેમાં સુરતમાં તૈયાર થયેલી આ ચીપનો પણ સમાવેશ થાય છે. 

મેક ઇન ઇન્ડિયા હેઠળ સુરતના વિદ્યાર્થીનું ઇનોવેશન

સુરતના ઇચ્છાનાથ સ્થિત સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીમાં (એસવીએનઆઇટી) પીએચ.ડીનો અભ્યાસ કરતા વિદ્યાર્થી પ્રિયાંક પ્રજાપતિએ ગાઇડ ડૉ.આનંદ દરજી અને ડૉ.પિનલકુમાર એન્જીનીયરની મદદથી 180 નેનોમીટર ટેકેનોલોજીવાળી ઇસીજી આર્ટીફેકટ રીડકશન એન્ડ એરીથમીઅ ડીટેકશન ચીપ બનાવી છે. 

ઇસીજી આર્ટિફેક્ટ રીડકશન એન્ડ એરીથમીઆ ડીટેકશન ચીપની મદદથી તબીબી સારવાર ઝડપથી આપી શકાશે

આ ચીપ બે ભાગમાં બની છે. એક ભાગ ડિઝાઇન અને બીજો ભાગ ફેબ્રિકેશનનો છે. દોઢ વર્ષની મહેનતના અંતે આ ચીપ તૈયાર થયા બાદ સેમી કન્ડકટર લેબોરેટરી (એસસીએસ) મોહાલી મોકલાઇ હતી. ત્યાંથી વઘુ ચકાસણી માટે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કોમ્પ્યુટરીંગ (સીડેક) બેંગ્લોર મોકલાઇ હતી. અહીથી ચીપને વપરાશ માટે લીલીઝંડી મળી હતી. 

ચીપ તૈયાર કરવામાં રૂા.15 લાખ જેટલો ખર્ચ થયો હતો. જે કેન્દ્ર સરકારના ચીફ ટુ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ હેઠળ ફાળવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં સ્વાતંત્ર્ય દિવસે દિલ્હીમાં લાલા કિલ્લા પરથી વડાપ્રધાને સંબોધનમાં જાહેરાત કરી હતી કે, આ વર્ષથી પ્રથમ મેક ઇન ઇન્ડિયા ચીપ બજારમાં આવશે.

આ પણ વાંચો: અંબાજીમાં શ્રદ્ધાળુની હેલી, બીજા દિવસે 3.85 લાખ ભક્તોએ ‘મા’ જગદંબાના દર્શન કરી ધન્યતા અનુભવી

ચીપ કેવી રીતે કામ કરશે ?

પહેલા ડિઝાઇન બનાવવામાં આવ્યા બાદ હાર્ડવેર સ્વરૂપે તૈયાર કરવામાં આવી હતી. ડિજીટલ ઘડિયાળનો ઉપયોગ કરીને હાર્ટબીટ કે અન્ય આરોગ્યલક્ષી માહિતી જોઇ શકાય છે તે જ રીતે આ ચીપનો જે વ્યકિત ઉપયોગ કરશે તે વ્યકિતના હૃદયમાં શું શું ચાલી રહ્યું છે? તેનું સતત મોનિટરીંગ થતું રહેશે. તેના ડેટા બ્લુટુથ, રિમોટ કે અન્ય ડિવાઇસની મદદથી મળી જશે અને તબીબી સારવાર ઝડપથી કરી શકાશે. 

સુરતના વિદ્યાર્થીની કમાલ, હૃદયનું સતત મોનિટરિંગ કરી ડૉક્ટરને બધો ડેટા પહોંચાડતી ચીપ બનાવી 2 - image

Tags :