Get The App

સુરેન્દ્રનગરના ચુડામાં ઝેરી દવા ગટગટાવી લેતા હેડ કોન્સ્ટેબલનું મોત, પોલીસે તપાસ હાથ ધરી

Updated: Aug 26th, 2025

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગરના ચુડામાં ઝેરી દવા ગટગટાવી લેતા હેડ કોન્સ્ટેબલનું મોત, પોલીસે તપાસ હાથ ધરી 1 - image


Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં ચાર દિવસની ટૂંકી સારવાર બાદ તેમનું મોત નિપજ્યું છે. હેડ કોન્સ્ટેબલએ કયા કારણોસર આ પગલું ભર્યું છે તેને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે.

22મી ઓગસ્ટે પોલીસ કર્મચારીએ ઝેરી દવા ગટગટાવી હતી

મળતી માહિતી અનુસાર, ચુડા પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રાજેશ મીઠાપરાએ ગોરખવડા ગામમાં વાડી વિસ્તારમાં ગત 22મી ઓગસ્ટના રોજ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હેડ કોન્સ્ટેબલને ગંભીર હાલતમાં સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જો કે, તેમની તબિયત ગંભીર હોવાથી હાલ આઈસીયુ વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સોમવારે (25મી ઓગસ્ટ) ચાર દિવસની સારવાર ભાદ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. 

આ પણ વાંચો: અમદાવાદીઓ ઍલર્ટ રહેજો! આજે સાબરમતીમાં ફરી પાણી છોડાયું, સુભાષબ્રિજ પર વ્હાઈટ સિગ્નલ

હેડ કોન્સ્ટેબલ રાજેશ મીઠાપરાના મોતથી તેમના પરિવાર પર આભ ફાટી પડ્યું છે, જ્યારે પોલીસ બેડામાં શોકનો માહોલ છવાયો છે. તેમની અંતિમયાત્રા ગોખરવાળા ખાતે યોજવામાં આવી હતી. જેમાં સમગ્ર ગામના લોકો જોડાયા હતા. પરિવારજનોના રૂદન અને આક્રંદથી વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી.

Tags :