Get The App

ગુજરાતમાં 5 વર્ષમાં 47 લાખ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા, ગરીબી દર ઘટીને 11.66%, નીતિ આયોગનો રિપોર્ટ

ગ્રામીણ ગુજરાતમાં ગરીબી દરમાં સુધાર

Updated: Aug 13th, 2023

GS TEAM


Google News
Google News
ગુજરાતમાં 5 વર્ષમાં 47 લાખ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા, ગરીબી દર ઘટીને 11.66%, નીતિ આયોગનો રિપોર્ટ 1 - image


તાજેતરમાં નીતિ આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલા 'નેશનલ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઈન્ડેક્સઃ પ્રોગ્રેસ ઓફ રિવ્યુ 2023' અહેવાલમાં ગરીબી રેખામાંથી બહાર આવેલા લોકોના આંકડાઓ સામે આવ્યા છે.

રાજ્યની વસ્તીના લગભગ આટલા ટકા લોકો ગરીબીમાંથી બહાર આવ્યા 

ગુજરાત માટે સામાજિક-આર્થિકના ભાગરૂપે, 2015-16 અને 2019-21 વચ્ચે કુલ 47,84,122 લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે, જે રાજ્યની વસ્તીના લગભગ 5.13% છે. આ ઉપરાંત અહેવાલ દર્શાવે છે કે સમગ્ર દેશમાં અંદાજે 13.5 કરોડ લોકો આ સમયમર્યાદામાં ગરીબીમાંથી બહાર આવ્યા છે. રિપોર્ટ ગુજરાતના ગરીબી દરમાં નોંધપાત્ર સુધારો દર્શાવે છે, જ્યાં ગરીબ વ્યક્તિઓની ટકાવારી 18.47% થી ઘટીને 11.66% થઈ છે.

ગ્રામીણ ગુજરાતમાં ગરીબીના દરમાં સુધાર

શહેરી વિસ્તારોની સરખામણીએ ગ્રામીણ વિસ્તારોમાં ગરીબીના દરમાં વધુ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. 2015-16માં, ગ્રામીણ ગુજરાતમાં ગરીબ લોકોની વસ્તી 27.25% હતી, અને આ આંકડો આગામી પાંચ વર્ષમાં 17.15% જેટલો ઘટીને 2019-21માં 11.66% પર પહોંચ્યો હતો. દરમિયાન, શહેરી વિસ્તારોમાં પણ ગરીબી 2015-16માં 6.49% થી ઘટીને 2019-21માં 3.81% થઈ ગઈ.

જીલ્લાઓ દ્વારા ગુજરાતમાં ગરીબી દર

જિલ્લાઓમાં, રાજકોટમાં ગરીબ વ્યક્તિઓની સૌથી ઓછી ટકાવારી 3.98% છે, જે રાજ્યના બાકીના ભાગો માટે એક ઉદાહરણ સ્થાપિત કરે છે. અમદાવાદ પાંચમા ક્રમે છે, તેની 5.49% વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે.

રાજ્યમાં દાહોદમાં  સૌથી વધુ ગરીબી દર

જો રાજ્યના સૌથી ઉચ્ચા ગરીબી દરની વાત કરવામાં આવે તો તે દાહોદમાં જોવા મળે છે જ્યાં 38.27%  સાથે સૌથી વધુ લોકો ગરીબી રેખા નીચે જીવે છે.

વિવિધ ક્ષેત્રે તેનું યોગદાન

શિક્ષણ, આરોગ્યસંભાળ, સ્વચ્છતા અને રોજગારના પ્રયાસોએ ગરીબીના સ્તરમાં ઘટાડો કરવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું હોવાનું માનવામાં આવે છે.

Tags :