Gujarat

ગુમ થયેલા ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોત થયાની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

By GS TEAM
20 Jun 20252 mins read
TukuTouch Logo
અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 279 લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર ન હતો કે, તે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુમ થયેલા ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોત થયાની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

Ahmedabad Plane Crash: અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 279 લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર ન હતો કે, તે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે. 

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 279 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ થયું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર ન હતો. 

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશઃ 1.38 વાગ્યે આખરે શું થયું હતું? 100થી વધુ ફોનની પણ તપાસ કરાશે

સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવાર જણાવ્યું હતું. આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે. 

શું હતી સમગ્ર ઘટના?

અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલા ઘરેથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હૉસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા. આ મામલે કાર્તિકભાઈએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો DNA મેચ થતાં અને પોલીસે જરૂરી પુરાવા રજૂ કરતાં અંતે મહેશનું મોત થયું હોવાની પુષ્ટિ થઈ છે.

મહેશ જીરાવાલા કોણ છે?

મહેશ જીરાવાલા ગુજરાતના નરોડા વિસ્તારના રહેવાસી છે અને લાંબા સમયથી ફિલ્મ અને સંગીત વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ તેમના પ્રોડક્શન હાઉસ 'મહેશ જીરાવાલા પ્રોડક્શન્સ'ના સીઈઓ છે. મહેશ મુખ્યત્ત્વે ગુજરાતી ભાષામાં મ્યુઝિક વીડિયો અને શોર્ટ ફિલ્મો બનાવે છે. વર્ષ 2019 માં મહેશે ફિલ્મ 'કોકટેલ પ્રેમી: પગ ઓફ રીવેન્જ'નું ડાયરેક્શન કર્યું હતું. જેમાં આશા પંચાલ અને વૃત્તિ ઠક્કર જેવા કલાકારો હતા. મહેશ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય હતા અને ઘણીવાર તેમના પ્રોજેક્ટ્સને લગતી પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા હતા.