Get The App

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી મેઘરાજાની બેટિંગઃ જાણો આજે ક્યાં-ક્યાં વરસશે વરસાદ

Updated: May 27th, 2025

GS TEAM


Google News
Google News
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી મેઘરાજાની બેટિંગઃ જાણો આજે ક્યાં-ક્યાં વરસશે વરસાદ 1 - image


Gujarat Weather Update: રાજ્યભરમાં વરસાદની આગાહી મુજબ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મોડી રાતથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેમાં વલસાડ, તાપી, છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ જોવા મળ્યો હતો. આ સિવાય ગીર પંથકમાં પણ વહેલી સવારથી ભારે વરસાદ જોવા મળ્યો હતો. આ સિવાય અમદાવાદ, વડોદરા શહેરમાં પણ વરસાદી વાદળો ઘેરાયા હતા. એવામાં હવામાન વિભાગે આજે ભરૂચ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય રાજ્યના અન્ય 15 જિલ્લામાં પણ વરસાદની આગાહી કરી છે.

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી મેઘરાજાની બેટિંગઃ જાણો આજે ક્યાં-ક્યાં વરસશે વરસાદ 2 - image

સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી ભારે વરસાદ

સૌરાષ્ટ્રના ગીર પંથકમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. જેમાં ઉના અને ગીર ગઢડા તાલુકામાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી. વરસાદના કારણે લોકોને ઉકળાટમાંથી રાહત મળી છે. જોકે, વહેલા વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વળી, બીજી બાજું સૌરાષ્ટ્રના અમરેલીમાં પણ જોરદાર વરસાદ જોવા મળ્યો હતો. 

આ પણ વાંચોઃ પાટનગરમાં પીએમ મોદીએ યોજ્યો રોડ શો, ₹5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

દક્ષિણ ગુજરાતમાં વરસાદી બેટિંગ

દક્ષિણ ગુજરાતમાં પણ અનેક વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. જેમાં સુરતમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામતા લોકો ગરમીથી રાહત મળ્યાના કારણે ખુશ જોવા મળ્યા હતાં. વળી, ભરૂચમાં પણ વહેલી સવારથી મેઘરાજાએ બેટિંગ શરૂ કરી હતી. જોકે, ભરૂચમાં વરસાદના કારણે ડાંગર, કેરી અને કેળાના પાકને ભારે નુકસાન થયું હતું. 

આ પણ વાંચોઃ કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસમાં ગુજરાત દેશમાં ચોથા સ્થાને, એક જ સપ્તાહમાં 76 કેસ વધ્યા

હવામાનની પહેલી જૂન સુધીની આગાહી

  • 27 મેઃ હવામાન વિભાગે આગામી પાંચ દિવસની આગાહી જાહેર કરી છે. જે મુજબ, રાજ્યમાં મંગળવારે (27 મે) અમદાવાદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ સિવાય ભાવનગરમાં છૂટોછવાયેલો હળવો વરસાદ નોંધાશે. ભરૂચમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી છે. તેમજ ગીર સોમનાથ, અમરેલી, પંચમહાલ અને દાહોદમાં મધ્યમ વરસાદ જોવા મળશે.
  • 28 મેઃ અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં વરસાદ વરસશે.
  • 29 મેઃ  છોટા ઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લી, અમરેલી અને ભાવનગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 
  • 30 મેથી 1 જૂન: જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વડોદાર, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, પંચમહાલ, દાહોદ, સુરત, તાપી, ડાંગ, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ દરમિયાન રાજ્યભરમાં 40-50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે.
Tags :