Get The App

દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં મેઘમહેર યથાવત્, જાણો આગામી સપ્તાહનું હવામાન કેવું રહેશે

Updated: Jul 2nd, 2025

GS TEAM

Google News
Google News
દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં મેઘમહેર યથાવત્, જાણો આગામી સપ્તાહનું હવામાન કેવું રહેશે 1 - image


Gujarat Weather Forecast: ગુજરાતમાં ચોમાસું શરુ થતાંની સાથે જ મેઘ મહેર જોવા મળી રહી છે. જોકે, ગત અઠવાડિયું દક્ષિણ ગુજરાત માટે ખૂબ કપરું રહ્યું છે. અહીં મેઘરાજાએ પોતાનો કહેર વર્તાવ્યો હતો, જેના કારણે આખેઆખા શહેર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જોકે, હાલ અનેક જિલ્લામાં વરસાદે ખમૈયા કર્યા છે, પરંતુ હજુ આ અઠવાડિયે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે. નોંધનીય છે કે, આ અઠવાડિયે કોઈ જિલ્લાલામાં રેડ ઍલર્ટ જાહેર નથી કરાયું જેના કારણે આ વરસાદ લોકો માટે આશિર્વાદ સમાન જ રહેશે. 

હવામાન વિભાગ દ્વારા આ અઠવાડિયાની આગાહી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ,  2 જુલાઈથી 7 જુલાઈ સુધીમાં ગુજરાતના કોઈ જિલ્લામાં રેડ ઍલર્ટ નહીં હોય. આ સિવાય અનેક જિલ્લામાં વરસાદ વિરામ લેશે. એવામાં ચાલો વિસ્તારથી જાણીએ કયા જિલ્લામાં ક્યારે મેઘરાજા મન મૂકીને વરસશે. 

આ પણ વાંચોઃ રાજકોટમાં અમરનાથ મંદિર પૂજા વિવાદ વકર્યો, આરતી કરવાની ના પાડતાં ક્ષત્રિય નેતા વિરૂદ્ધ ફરિયાદ

હવામાન વિભાગની આગાહી 

2 જુલાઈઃ

હવામાન વિભાગ દ્વારા બીજી જુલાઈના દિવસે 8 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અપાયું છે. આ જિલ્લામાં આજે છૂટાછવાયા સ્થળે અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય 12 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરાયું છે. જ્યાં ભારે વરસાદ જોવા મળશે. 

  • ઑરેન્જ ઍલર્ટઃ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી
  • યલો ઍલર્ટઃ બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, તાપી, ડાંગ, અમરેલી, ભાવનગર

દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં મેઘમહેર યથાવત્, જાણો આગામી સપ્તાહનું હવામાન કેવું રહેશે 2 - image

3 જુલાઈઃ 

હવામાન વિભાગ દ્વારા 3 જુલાઈના દિવસે 2 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અપાયું છે. આ જિલ્લામાં આજે છૂટાછવાયા સ્થળે અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય 20 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરાયું છે. જ્યાં ભારે વરસાદ જોવા મળશે. 

  • ઑરેન્જ ઍલર્ટઃ બનાસકાંઠા અને સાબરકાંઠા
  • યલો ઍલર્ટઃ કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી.

દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં મેઘમહેર યથાવત્, જાણો આગામી સપ્તાહનું હવામાન કેવું રહેશે 3 - image

4 જુલાઈઃ 

હવામાન વિભાગે 4 જુલાઈના દિવસે 12 જિલ્લામાં યલો ઍલર્ટ આપ્યું છે. જ્યાં છૂટાછવાયો સ્થળોએ ભારે વરસાદ જોવા મળશે. 

  • યલો ઍલર્ટઃ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગીર સોમનાથ, દીવ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી

દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં મેઘમહેર યથાવત્, જાણો આગામી સપ્તાહનું હવામાન કેવું રહેશે 4 - image

આ પણ વાંચોઃ અમદાવાદના ઓઢવમાં ટ્રક નીચે પડતું મૂકી યુવકે કર્યો આપઘાત, કારણ અકબંધ

5 જુલાઈઃ 

હવામાન વિભાગે 5 જુલાઈના દિવસે 3 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ આપ્યું છે. આ જિલ્લામાં આજે છૂટાછવાયા સ્થળે અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય 15 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યાં ભારે વરસાદ જોવા મળશે. 

  • ઑરેન્જ ઍલર્ટઃ અરવલ્લી, મહીસાગર, દાહોદ
  • યલો ઍલર્ટઃ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવ.

દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં મેઘમહેર યથાવત્, જાણો આગામી સપ્તાહનું હવામાન કેવું રહેશે 5 - image

6 જુલાઈ

હવામાન વિભાગે 6 જુલાઈના દિવસે 7 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ આપ્યું છે. આ જિલ્લામાં આજે છૂટાછવાયા સ્થળે અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય 22 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યાં ભારે વરસાદ જોવા મળશે. 

  • ઑરેન્જ ઍલર્ટઃ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી
  • યલો ઍલર્ટઃ કચ્છ, પાટણ, મોરબી, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવ

દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં મેઘમહેર યથાવત્, જાણો આગામી સપ્તાહનું હવામાન કેવું રહેશે 6 - image

7 જુલાઈઃ 

હવામાન વિભાગ દ્વારા 7 જુલાઈના દિવસે 2 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લામાં આજે છૂટાછવાયા સ્થળે અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય 12 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યાં ભારે વરસાદ જોવા મળશે. 

  • ઑરેન્જ ઍલર્ટઃ બનાસકાંઠા અને સાબરકાંઠા
  • યલો ઍલર્ટઃ કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર, પાટણ, મહેસાણા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી

દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં મેઘમહેર યથાવત્, જાણો આગામી સપ્તાહનું હવામાન કેવું રહેશે 7 - image

Tags :