અમદાવાદના ઓઢવમાં ટ્રક નીચે પડતું મૂકી યુવકે કર્યો આપઘાત, કારણ અકબંધ
Ahmedabad Crime: અમદાવાદમાંથી આત્મહત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઓઢવ વિસ્તાર પાસે એક ટ્રક પાર્ક કરેલી હતી અને ડ્રાઇવર ટ્રકમાં બેઠો હતો. ત્યારે એક અજાણ્યો શખસ અચાનક તેની આસપાસ આંટાફેરા મારે છે અને જેવી જ ટ્રક આગળ વધે છે કે, તુરંત આ અજાણ્યો શખસ ટ્રકના ટાયર નીચે સુઈ જાય છે અને પોતાનું જીવન ટૂંકાવી દે છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેના દ્રશ્યો વિચલિત કરી દે તેવા છે.
શું હતી ઘટના?
અમદાવાદના ઓઢવ વિસ્તારમાંથી એક વીડિયો સામે આવ્યો છે. જેમાં અજાણ્યો શખસ ટ્રક નીચે સૂઈને આપઘાત કરી રહ્યો છે. મળતી માહિતી મુજબ, આ વીડિયો ઓઢવની પામ હોટલ પાસેનો હોવાનું માનવામાં આવે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, હોટલની બહાર એક ટ્રક પાર્ક કરેલી છે અને તેની અંદર ડ્રાઇવર પણ બેઠો છે. આ દરમિયાન એક અજાણ્યો શખસ ટ્રકની આસપાસ આંટાફેરા મારી રહ્યો છે. ટ્રક જ્યારે ચાલુ થાય છે તો અચાનક આ શખસ ટ્રકના ટાયરની નીચે સુઈ જાય છે. ડ્રાઇવર આ વિશે અજાણ હોય છે તેથી તે ટ્રક ઉપાડી મૂકે છે. જેવી ટ્રક આગળ ચાલે છે ટાયરની નીચે સૂતેલો વ્યક્તિ કચડાઈ જાય છે અને તેનું મોત નિપજે છે.
પોલીસે હાથ ધરી તપાસ
નોંધનીય છે કે, આ વીડિયો ક્યારનો છે તે વિશે કોઈ નક્કર માહિતી સામે નથી આવી. ઓઢવ પોલીસે આ વીડિયોના આધારે હાલ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસે અલગ-અલગ ટીમ બનાવીને યુવકની ઓળખ કરી રહી છે, હાલ આ યુવક કોણ છે તેની ઓળખ ન થવાના કારણે આપઘાત કરવાનું કારણ સામે આવ્યું નથી.