Gujarat

Gujarat Rain: ગુજરાતના બે જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, 9 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ

By GS TEAM
25 Jun 20252 mins read
TukuTouch Logo
ગુજરાતમાં મેઘમહેર યથાવત્ છે. એવામાં અનેક જગ્યાએ અતિભારે વરસાદના કારણે સ્થિત કફોડી બની રહી છે. દક્ષિણ ગુજરાતના સુરત અને તાપી વિસ્તારમાં તો ભારે વરસાદના કારણે લોકોના ઘરની અંદર પણ કેડસમા પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સ્થળાંતર હાથ ધરવું પડ્યું હતું. એવામાં હવે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતને લઈને ચોંકાવનારી આગાહી કરી છે. આ આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના લોકોને હજુ અનેક મુશ્કેલી વેઠવી પડી શકે છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના બે જિલ્લાને બુધવારે (25 જૂન) રેડ ઍલર્ટ જાહેર કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Rain: ગુજરાતના બે જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, 9 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ

Gujarat Weather Forecast: ગુજરાતમાં મેઘમહેર યથાવત્ છે. એવામાં અનેક જગ્યાએ અતિભારે વરસાદના કારણે સ્થિત કફોડી બની રહી છે. દક્ષિણ ગુજરાતના સુરત અને તાપી વિસ્તારમાં તો ભારે વરસાદના કારણે લોકોના ઘરની અંદર પણ કેડસમા પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સ્થળાંતર હાથ ધરવું પડ્યું હતું. એવામાં હવે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતને લઈને ચોંકાવનારી આગાહી કરી છે. આ આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના લોકોને હજુ અનેક મુશ્કેલી વેઠવી પડી શકે છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના બે જિલ્લાને બુધવારે (25 જૂન) રેડ ઍલર્ટ જાહેર કર્યા છે.


2 જિલ્લામાં રેડ ઍલર્ટ, 9મા ઑરેન્જ ઍલર્ટ

હવામાન વિભાગ દ્વારા ગુજરાતના બે જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યાં આજે અતિભારે વરસાદ વસશે. આ સિવાય 9 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં તેજ પવન સાથે ભારે વરસાદ વરસવાની આશંકા છે. તેમજ રાજ્યના બાકીના જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં હળવાથી મધ્યમ સ્તરે છૂટોછવાયેલો વરસાદ વરસી શકે છે.

આ પણ વાંચોઃ સુરતમાં ખાડી પૂરની ઘાત યથાવત્: 24 કલાક બાદ પણ નથી ઓસર્યા પાણી, લોકોની સ્થિતિ કફોડી

હવામાન વિભાગે જાહેર કર્યા ઍલર્ટ

  • રેડ ઍલર્ટઃ નર્મદા, તાપી
  • ઑરેન્જ ઍલર્ટઃ દાહોદ, છોટા ઉદેપુર, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા અને નગરહવેલી, દમણ.
  • યલો ઍલર્ટઃ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, વડોદરા, આણંદ, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ. 

આ પણ વાંચોઃ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ! 4 કલાકમાં 4 ઇંચ વરસાદ, અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા

25થી 29 જૂનની આગાહી

25 જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરુચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, નર્મદા, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને 26 જૂને નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં યલો ઍલર્ટ છે. 27 જૂનના રોજ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી છે. જ્યારે 28-29 જૂનના દિવસે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘગર્જના સાથે ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.