Get The App

દિવાળી પછીય મેઘરાજા ખમૈયાના મૂડમાં નથી! સૌરાષ્ટ્ર-કચ્છ સહિત વિવિધ વિસ્તારમાં વરસાદની આગાહી

Updated: Oct 22nd, 2025

GS TEAM

Google News
Google News
દિવાળી પછીય મેઘરાજા ખમૈયાના મૂડમાં નથી! સૌરાષ્ટ્ર-કચ્છ સહિત વિવિધ વિસ્તારમાં વરસાદની આગાહી 1 - image


Gujarat Rain Forecast: ગુજરાત રાજયમાં હાલ બેવડી સિઝનનો અનુભવ વર્તાઇ રહ્યો છે, જેમાં દિવસ દરમિયાન થોડી ગરમી તો, રાત્રે ઠંડીનો સહેજ ચમકારો અનુભવાઈ રહ્યો છે. રાજયમાં શિયાળાની ફુલગુલાબી ઠંડી ધીરે ધીરે જોર પકડવાનું શરૂ કરે તે પહેલાં બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હવામાનની બે સિસ્મટ સક્રિય થવાના કારણે હવામાનમાં ફેરફાર આવી શકે છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત સહિત રાજયના કેટલાક જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ કોરીડોર મામલે તંત્રની બેવડી નિતી, સારંગપુરથી વિકટોરીયા ગાર્ડન સુધી BRTS કોરીડોર દુર નહીં કરાય

સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી

વળી, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ સામાન્ય વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હવામાનની જે સિસ્ટમ સક્રિય થઈ છે, તે 4 નવેમ્બર સુધી સક્રિય રહે તેવી પણ શકયતા છે.

વાવાઝોડાની સંભાવના

બીજીબાજુ, રાજયના વાતાવરણમાં હાલ ભેજનું પ્રમાણ વધ્યું છે. હવામાનમાં નોંધાઈ રહેલા ફેરફારના કારણે દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, નવસારી અને નજીકના દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ નોંધાઈ શકે તેમ છે. બંગાળના ઉપસાગરની સિસ્ટમ જો મજબૂત બને તો નવા વાવાઝોડાની રચનાની પણ સંભાવના વ્યકત થઈ રહી છે. 

આ પણ વાંચોઃ કોઈ દાઝી ગયું, તો કોઈનો રોડ અકસ્માત થયો... ગુજરાતમાં દિવાળીના દિવસે 5400 ઈમરજન્સીના કેસ નોંધાયા

આગામી દિવસોમાં રાજયના કેટલાક ભાગોમાં ઠંડીની શરૂઆત સાથે ભેજયુકત હવા અને વાદળછાયા વાતાવરણનો પ્રભાવ જોવા મળશે. આ દરમિયાન નવા વર્ષમાં ઠંડા પવનો ફૂંકાવાની અને ડિસેમ્બરથી હાડ થીજવતી ઠંડીની આગાહી પણ કરવામાં આવી છે. આ વર્ષે ન્યુનતમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જાય તેવી પણ શકયતા છે. સામાન્ય રીતે ઓકટોબરના અંત સુધીમાં ચોમાસું વિદાય લઈ લેતું હોય છે પરંતુ આ વર્ષે સક્રિય સિસ્ટમના કારણે નવેમ્બરની શરૂઆત સુધી વરસાદનું જોખમ પ્રવર્તી રહ્યું છે.

Tags :