Get The App

ગુજરાતનાં 21 જિલ્લામાં વરસાદની આગાહી, આજે પણ મેઘરાજા મન મૂકીને વરસશે!

Updated: May 29th, 2025

GS TEAM


Google News
Google News
ગુજરાતનાં 21 જિલ્લામાં વરસાદની આગાહી, આજે પણ મેઘરાજા મન મૂકીને વરસશે! 1 - image


Gujarat Weather Forecast: ગુજરાતમાં બુધવારે મોડી રાતથી રાજ્યભરમાં વિવિધ વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો. એવામાં આજે પણ મેઘરાજા ખમૈયા કરવાના મૂડમાં નથી. હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુરૂવારે (29 મે) રાજ્યના 21 જિલ્લામાં વરસાદની સંભાવના છે. આ સિવાય જૂન મહિનાના પહેલાં અઠવાડિમાં પણ રાજ્યમાં મેઘમહેર રહેવાની શક્યતા છે.

21 જિલ્લામાં વરસાદની સંભાવના

હવમાન વિભાગની આગાહી અનુસાર રાત્રે 8:30 વાગ્યા સુધીમાં 13 જિલ્લામાં મધ્યમ વરસાદ વરસશે, 7 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાશે અને એક જિલ્લામાં છૂટો-છવાયો ધીમો વરસાદ નોંધાશે. 

આ પણ વાંચોઃ રાજ્યમાં વરસાદી માહોલ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, વૃક્ષો-મકાન-વીજથાંભલા ધરાશાયી, 2ના મોત

આ જિલ્લામાં વરસશે મધ્યમ વરસાદ

IMDના રિપોર્ટ અનુસાર, સાંજે 8:30 સુધીમાં બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ જિલ્લામાં મધ્યમ વરસાદ વરસવાની સંભાવના છે. આ સિવાય, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ અને ભાવનગરમાં હળવો વરસાદ નોંધાશે તેમજ અમરેલી જિલ્લામાં છૂટો છવાયો ધીમો વરસાદ નોંધાવાની સંભાવના છે. 

ગુજરાતનાં 21 જિલ્લામાં વરસાદની આગાહી, આજે પણ મેઘરાજા મન મૂકીને વરસશે! 2 - image

30-31 મે અને 1 જૂનની આગાહી

રાજ્યમાં આગામી 30 મેના રોજ મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને 31 મે અને 1 જૂનના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 

આ પણ વાંચોઃ અમેરિકામાં માનવ તસ્કરીના આરોપ હેઠળ ડર્ટી હેરી તરીકે જાણીતા ગુજરાતી એજન્ટને 10 વર્ષની સજા

2-3 જૂનની આગાહી

રાજ્યમાં જૂન મહિનાની શરૂઆતમાં સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે. જેમાં આગામી 2-3 જૂનના રોજ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, તાપી, નર્મદા, વલસાડ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે.

Tags :