રાજકોટ સહિત 5 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, ગુજરાતને ઘમરોળશે મેઘરાજા
Gujarat Weather Forecast: ગુજરાતમાં છેલ્લાં ઘણા દિવસોથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. એવામાં આજે પણ વરસાદ ખમૈયા કરવાના મૂડમાં નથી હવામાન વિભાગના નાઉકાસ્ટ હેઠળ 3 કલાક માટે રાજ્યના 5 જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય રાજ્યના 3 જિલ્લામાં યલો એલર્ટ અને બાકીના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
5 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી
રાજ્યમાં 1 વાગ્યા સુધીમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી, રાજકોટ અને જામનગરમાં રેડ ઍલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે.
3 જિલ્લામાં યલો ઍલર્ટ
આ સિવાય ગુજરાતના 3 જિલ્લામાં 1 વાગ્યા સુધી યલો ઍલર્ટ રહેશે. જેમાં કચ્છ, ભાવનગર, અને ગીર-સોમનાથનો સમાવેશ થાય છે. જ્યાં છૂટો છવાયો હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે.
26 જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ
આ સિવાય ગુજરાતના બાકીના 26 જિલ્લામાં 1 વાગ્યા સુધી ઓરેન્જ ઍલર્ટ રહેશે.
હવામાન વિભાગની આગાહી
6 સપ્ટેમ્બરઃ
હવામાન વિભાગ દ્વારા, શનિવારે (6 સપ્ટેમ્બર) 4 જિલ્લામાં રેડ ઍલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય રાજ્યના 9 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જ્યાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે અને 21 જિલ્લામાં યલો ઍલર્ટ રહેશે. જ્યાં છૂટો છવાયલો હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે.
- રેડ ઍલર્ટઃ સુરેન્દ્રનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર
- ઑરેન્જ ઍલર્ટઃ રાજકોટ, મોરબી, બોટાદ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ.
- યલો ઍલર્ટઃ બાકીના તમામ જિલ્લામાં યલો ઍલર્ટ રહેશે.
7 સપ્ટેમ્બરઃ
હવામાન વિભાગ દ્વારા, રવિવારે (7 સપ્ટેમ્બર) 1 જિલ્લામાં રેડ ઍલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય રાજ્યના 9 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જ્યાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે અને 11 જિલ્લામાં યલો ઍલર્ટ રહેશે. જ્યાં છૂટો છવાયલો હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે.
- રેડ ઍલર્ટઃ કચ્છ
- ઑરેન્જ ઍલર્ટઃ મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર
- યલો ઍલર્ટઃ જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ