ઈમરજન્સી સેવા 108ના 18 વર્ષ પૂરાં, ગુજરાતમાં 1.79 કરોડ ઈમરજન્સી કેસ, 8.80 લાખ હૃદય સંબંધિત
108 Emergency Service: ગુજરાતમાં વર્ષ 2007માં શરૂ થયેલી 108 ઈમરજન્સી સેવાને હવે 18 વર્ષ પૂરા થયા છે, શરૂઆતમાં નહિવત એમ્બ્યુલન્સ હતી જેમાં ક્રમશઃ વધારો થયો છે . દોઢ દાયકામાં ઈમરજન્સી કોલ્સનું તારણ એ નીકળ્યું છે કે, કુલ 179.30 લાખ ઈમરજન્સી કેસો નોંધાયા છે. જેમાંથી માત્ર પ્રસૂતાને અચાનક પીડા ઉપડી હોય તેવા કેસો 59 ટકા છે. બાકી 67 ટકા વિવિધ 19 પ્રકારના રોગોના બનાવ છે.
અધૂરા મહિને પ્રસૂતિ પીડાના કેસો વધ્યા
ગર્ભાધાનને હજુ નવ મહિના પૂરા ન થયા હોય અને પ્રસૂતાને અચાનક અસહ્ય પીડા થતા હોસ્પિટલે પહોંચાડવા પડે એ દરેક વર્ગની મહિલાઓમાં સામાન્ય બની ગયું છે. સેંકડો કેસોમાં તો મહિલા હોસ્પિટલ પહોંચે તે પહેલા જ એમ્બ્યુલન્સમાં ડિલિવરી થાય છે અને રસ્તા પર 108 વાન એ બાળકનું જન્મસ્થળ બને છે. રાજકોટમાં તો એક મહિલા સરકારી હોસ્પિટલે પહોંચી અને મેદાનમાં જ બાળકનો જન્મ થઈ ગયો હતો. આ દર્શાવે છે કે 108 સેવામાં મહિલા ડૉક્ટર કે જેમને ગાયનેકનો અનુભવ હોય તેનું હાજર હોવું જરૂરી છે. આ મુદ્દે સંશોધન કરવાની જરૂર છે.
આ પણ વાંચોઃ IPCLના કર્મચારીઓને ફરી નોકરીએ રાખવાનો ગુજરાત હાઈકોર્ટનો ઈનકાર, 448 અરજીઓ ફગાવી
સગર્ભા મહિલાઓ પછી ઈમર્જન્સી સેવા માટેના સૌથી વધુ કૉલ વાહન અકસ્માતમાં ઈજાના 22 લાખ કેસ સામે આવ્યા છે. આ સિવાય અન્ય અકસ્માતમાં 18 લાખ, પેટના દુઃખાવાના 19.27 લાખ અને શ્વાસોચ્છવાસ તકલીફના 10.44 લાખ કેસો આવ્યા હતા. ઉપરાંત ગુજરાતમાં સૌથી વધુ ચિંતાજનક એવા હૃદયરોગ સંબંધિત કેસો 8.81 લાખ ઈમરજન્સી કોલ આવ્યા હતા જે પ્રમાણ હાલ ખૂબ જ વધ્યું છે.