ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે વરસાદની આગાહી, જાણો કયા કયા જિલ્લામાં પડશે વરસાદ
Gujarat Weather Prediction: ગુજરાત સહિત દેશભરમાં હાલ ગરમી પોતાનો કહેર વર્તાવી રહી છે. લોકો ભારે ગરમીના કારણે પરેશાન થઈ ગયા છે. એવામાં હવામાન વિભાગે મે મહિનામાં ગરમીમાંથી રાહત મળે તેવી આગાહી કરી છે. જોકે, આ આગાહીના કારણે ખેડૂતોમાં ચિંતા ઊભી થઈ છે.
આ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડશે
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે કે, દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન તરફ સાયક્લોન સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના કેટલાંક ભાગોમાં વરસાદ વરસી શકે છે. શનિવારે (3 મે) કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.
આ પણ વાંચોઃ ભાજપમાં ભડકો? ગ્રામજનોની ફરિયાદ બાદ અમદાવાદના સાંસદે પત્ર લખી MLAને ખખડાવ્યા
રવિવારે આ જિલ્લામાં પડશે કમોસમી વરસાદ
રવિવારે (4 મે) કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, દીવ, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની આશંકા છે.
ગાજવીજ સાથે માવઠાની સંભાવના
સોમવારે (5 મે) કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, દીવ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે.