Get The App

વાપી સેશન્સ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદોઃ 16 વર્ષની કિશોરીને ગર્ભવતી બનાવનારા વિધર્મીને 20 વર્ષની સજા

Updated: Sep 24th, 2024

GS TEAM


Google News
Google News
વાપી સેશન્સ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદોઃ 16 વર્ષની કિશોરીને ગર્ભવતી બનાવનારા વિધર્મીને 20 વર્ષની સજા 1 - image


Vapi Session Court Judgement : વાપીના છીરી વિસ્તારમાં રહેતી તરુણીનું વર્ષ 2020 માં અપહરણ અને દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવવાના ગુનામાં વિધર્મી આરોપીને વાપી એડિશનલ સેશન્સ કોર્ટે 20 વર્ષની સજા અને બે લાખ રૂપિયાનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે. આરોપીએ તરુણી સાથે ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કર્યા બાદ અવારનવાર એકાંત સ્થળોએ લઈ જઈ શારીરિક શોષણ કર્યું હતું.

શું હતો સમગ્ર બનાવ? 

વાપીના છીરી વિસ્તારમાં રહેતા પરિવારની 16 વર્ષીય કામિની (પીડિતાનું નામ બદલેલું છે) ગત 4 જૂન, 2020 ના દિવસે ખમણ લેવા જવાનું કહી નીકળી હતી. ત્યારબાદ ભેદી સંજોગોમાં ગુમ થઈ ગયા બાદ પરિવારજનોએ ભારે શોખધોળ કરતાં કોઈ ભાળ ન મળતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે શોધખોળ દરમિયાન કામિની અને ડુંગરા વિસ્તારમાં રહેતાં સૈફ ઈમરાન મિરઝાને શોધી કાઢયો હતો.

આ પણ વાંચોઃ મહિસાની પરિણીતાના આપઘાત કેસમાં સાસુ, સસરા જેલ હવાલે

પોલીસ તપાસમાં થયો ખુલાસો

પોલીસની સઘન પૂછપરછમાં આરોપી સૈફ મિરઝાએ કબુલ્યું કે, કામિની સાથે ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કર્યા બાદ શાળા તથા અન્ય સ્થળોએ કામિનીને મળતો હતો. આ દરમિયાન સૈફે કામવાસનામાં ચકચુર બની એકાંત સ્થળોએ લઈ જઈ ત્રણથી ચાર વખત શારિરિક શોષણ કર્યું હતું. મેડિકલ ચેકઅપ દરમિયાન કામિની ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે બળાત્કાર સહિતની કલમ ઉમેરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. 

આ પણ વાંચોઃ કેસરિયો ખેસ પહેરો અને ગુનાખોરીનો પરવાનો મેળવો, હત્યા-દુષ્કર્મના આરોપીઓનું ભાજપ કનેક્શન

કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

વાપી એડિશનલ સેશન્સ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન ડી.જી.પી. અનિલ ત્રિપાઠીએ પીડિતા સહિતના લોકોની જુબાની અને પુરાવા સાથે અનેક પાસાઓ સહિત દલીલો કરી હતી. કોર્ટના ન્યાયમૂર્તિ તરૂણ આહુજાએ દલીલો ગ્રાહ્ય રાખી આરોપી સૈફ મિરઝાને દોષી ઠેરવી 20 વર્ષની કેદની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકારતો મહત્ત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. દંડની રકમ નહીં ભરે તો આરોપીને વધુ બે વર્ષની સજાની જોગવાઇ કરવામાં છે.

Tags :