Get The App

કચ્છમાં એક જ દિવસમાં ભૂકંપના બે આંચકા, ઘરની બહાર દોડી આવ્યા રાપર-ભચાઉના લોકો

Updated: Mar 11th, 2025

GS TEAM

Google News
Google News
કચ્છમાં એક જ દિવસમાં ભૂકંપના બે આંચકા, ઘરની બહાર દોડી આવ્યા રાપર-ભચાઉના લોકો 1 - image

Gujarat Earthquake: ગુજરાતના કચ્છ જિલ્લામાં મંગળવારે (11 માર્ચ) ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) અનુસાર, પહેલો ભૂકંપ સવારે 11:12 વાગ્યે આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.0 નોંધાઈ હતી. તેનું કેન્દ્ર ગાંધીનગરના રાપરથી 16 કિલોમીટર પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમમાં હતું. જેની એક મિનિટ પહેલા, 2.8ની તીવ્રતાનો બીજો ભૂકંપનો આંચકો અનુભવાયો, જેનું કેન્દ્ર ભચાઉના ઉત્તર-ઉત્તર-પૂર્વમાં હતું. ભૂકંપના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને તાત્કાલિક ધોરણે ઘરની બહાર દોડી આવ્યા હતા. 

આ પણ વાંચોઃ ગુજરાત અને ગોવામાં કોંગ્રેસને ઝટકો આપવાની તૈયારીમાં AAP! આતિશીએ લઈ લીધો મોટો નિર્ણય

ભૂકંપના ઝટકાની તુરંત બાદ તંત્રએ સાવચેતી વધારી દીધી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કોઈ જાનહાનિ કે માનહાનિ નોંધાઈ નથી.  તેમ છતાં તંત્રએ સંવેદનશીલ વિસ્તારમાં ટીમ તૈનાત કરી દીધી છે. જેથી કોઈપણ આપાતકાલીન સ્થિતિનો સામનો કરી શકે. આ સિવાય તંત્ર દ્વારા સ્થાનિક લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે અને કોઈપણ અનિચ્છનીય સ્થિતિમાં તંત્રને તુરંત સૂચના આપવામાં આવે.

આ પણ વાંચોઃ વડોદરાના વરણામા ગામે જૂની અદાવતે પાડોશીઓ બાખડયા, સામસામે ફરિયાદ

કચ્છમાં ભૂકંપનું જોખમ

કચ્છ જિલ્લો ભૂકંપની દૃષ્ટિએ જોખમી વિસ્તારમાંથી એક છે. અહીં ઘણીવાર હળવા અને મધ્યમ તીવ્રતાના ભૂકંપ નોંધાતા રહે છે. વૈજ્ઞાનિકોના મતે, આ વિસ્તાર ભૂકંપની દૃષ્ટિએ સંવેદનશીલ છે જેના કારણે અહીં સમયાંતરે ભૂકંપના આંચકા અનુભવાય છે.