Get The App

ગુજરાત અને ગોવામાં કોંગ્રેસને ઝટકો આપવાની તૈયારીમાં AAP! આતિશીએ લઈ લીધો મોટો નિર્ણય

Updated: Mar 11th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાત અને ગોવામાં કોંગ્રેસને ઝટકો આપવાની તૈયારીમાં AAP! આતિશીએ લઈ લીધો મોટો નિર્ણય 1 - image

Elections 2027: આમ આદમી પાર્ટી(AAP)ના વરિષ્ઠ નેતા આતિશીએ સોમવારે (10મી માર્ચ) સ્પષ્ટ કર્યું કે પાર્ટી 2027માં ગોવા અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી પોતાના દમ પર લડશે. તેમણે કહ્યું કે, 'કોંગ્રેસ સાથે ગઠબંધન અંગે હજુ સુધી કોઈ વાતચીત થઈ નથી. અમારી પાર્ટીના ધારાસભ્યો પણ કોંગ્રેસ સાથે રહી શકતા નથી, તેથી કોઈપણ ગઠબંધનની અપેક્ષા રાખવી વ્યર્થ છે.'

AAPએ ધારાસભ્યોની વફાદારીને પાર્ટીની તાકાત ગણાવી

દિલ્હી સરકારના પૂર્વ મંત્રી આતિશી સોમવારે (10મી માર્ચ) ગોવાના માર્ગાવ પહોંચ્યા હતા, જ્યાં તેમણે AAPના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે, 'પાર્ટી રાજ્યમાં પોતાની હાજરી મજબૂત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. કોંગ્રેસે 11 બેઠકો જીતી હતી, પરંતુ તેના 8 ધારાસભ્યો પાછળથી ભાજપમાં જોડાયા. બીજી તરફ AAPએ બે બેઠકો જીતી હતી અને તેના ધારાસભ્યો હજુ પણ પાર્ટી સાથે છે.'

આ પણ વાંચો: બળાત્કાર કરનારાને નપુંસક બનાવી દેવા જોઈએ: રાજસ્થાનના રાજ્યપાલનું નિવેદન


આતિશીએ કહ્યું કે, 'જ્યારે 2022માં AAP ઉમેદવારો ચૂંટણી જીત્યા હતા, ત્યારે વિપક્ષી પક્ષોએ દાવો કર્યો હતો કે તે લાંબા સમય સુધી પાર્ટીમાં રહી શકશે નહીં, પરંતુ આજે પણ તેઓ પાર્ટીનો ભાગ છે કારણ કે તેઓ પૈસા કમાવવા માટે નહીં પરંતુ લોકોની સેવા કરવા માટે રાજકારણમાં પ્રવેશ્યા છે.'

ગુજરાત અને ગોવામાં કોંગ્રેસને ઝટકો આપવાની તૈયારીમાં AAP! આતિશીએ લઈ લીધો મોટો નિર્ણય 2 - image