ગુજરાતમાં 3 વર્ષમાં વિદ્યાર્થીઓએ 2300 કરોડની લોન લીધી, 95% અરજી વિદેશમાં અભ્યાસ માટે
EDUCATIONAL LOAN: ગુજરાતમાંથી છેલ્લા 3 વર્ષમાં રૂપિયા 2315 કરોડની એજ્યુકેશન લોન લેવામાં આવી છે. સૌથી વઘુ એજ્યુકેશન લોન લીધી હોય તેવા રાજ્યોમાં મહારાષ્ટ્ર 11,426 કરોડ સાથે મોખરે છે.
95 ટકા અરજી વિદેશમાં અભ્યાસ માટેની
એજ્યુકેશન લોનનો ઉપયોગ મોટાભાગના વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ માટે કરતા હોય છે. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીના અહેવાલ પ્રમાણે 2020-21માં રૂપિયા 214 કરોડ, 2021-22માં રૂપિયા 314 કરોડ, 2022-23માં રૂપિયા 383 કરોડની એજ્યુકેશન લોન ગુજરાતમાંથી લેવામાં આવી હતી.
ગુજરાતમાં એજ્યુકેશન લોન એકાઉન્ટ 2020-21માં 6992 હતા અને તે 2024-25માં વધીને 8397 થઇ ગયા છે. નિષ્ણાતોના મતે એજ્યુકેશન લોન માટે જે અરજી આવે છે તેમાંથી 95 ટકા વિદેશમાં અભ્યાસ માટેની હોય છે.