Get The App

ગુજરાતમાં 5 વર્ષમાં માત્ર 6000 લોકોએ તમાકુનું વ્યસન છોડ્યું, લોકજાગૃતિ માટે તંત્ર નીરસ

Updated: Aug 11th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં 5 વર્ષમાં માત્ર 6000 લોકોએ તમાકુનું વ્યસન છોડ્યું, લોકજાગૃતિ માટે તંત્ર નીરસ 1 - image
AI Images

Tobacco Awareness Lags in Gujarat: તમાકુનું સૌથી વધુ લોકો દ્વારા સેવન કરવામાં આવતું હોય તેવા ટોચના પાંચ રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થાય છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ લોકોએ તમાકુ છોડ્યું હોય તેવા ટોચના 10 રાજ્યોમાં પણ ગુજરાત નથી.

લોકોમાં તમાકુનું સેવન કરવાનું પ્રમાણ ઘટે તેવા અસરકારક પગલાં લેવામાં તંત્રનું નીરસ વલણ

ગુજરાતમાંથી વર્ષ 2020થી 2025 એમ 5 વર્ષમાં માત્ર 6053 લોકોએ તમાકુનું વ્યસન છોડ્યું છે. પાંચ વર્ષના આ સમયગાળામાં સૌથી વધુ લોકોએ તમાકુનું વ્યસન છોડ્યું હોય તેવા રાજ્યોમાં ગુજરાત 12મા સ્થાને છે. મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ 37,642 લોકો દ્વારા તમાકુ છોડવામાં આવ્યું છે. વર્ષ 2017ની નેશનલ હેલ્થ પોલિસીમાં 15 વર્ષથી વધુ વયના લોકોમાં તમાકુનું સેવન કરવાનું પ્રમાણ 2020 સુધીમાં 15 ટકા, 2025 સુધીમાં 30 ટકા સુધી ઘટાડવાનું લક્ષ્યાંક હતું.

આ પણ વાંચો: નકલી એજન્ટોનથી સાવધાન! 3 વર્ષમાં 140 છેતરપિંડીના કેસ, લેટેસ્ટ કિસ્સો વડોદરાનો ચર્ચામાં


ગુજરાતમાં 5 વર્ષમાં માત્ર 6000 લોકોએ તમાકુનું વ્યસન છોડ્યું, લોકજાગૃતિ માટે તંત્ર નીરસ 2 - image 

ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વે પ્રમાણે 2021માં 17 ટકા લોકોએ તમાકુ સેવન છોડ્યું હતું. આ સ્થિતિ પ્રમાણે ગુજરાતમાંથી દર વર્ષે સરેરાશ માત્ર 1200 લોકો દ્વારા તમાકુ છોડવામાં આવે છે. ભારતમાં હાલ બે હજારથી વધુ ટોબેકો સેશેશન સેન્ટર્સ નેશનલ ટોબેકો કન્ટ્રોલ પ્રોગ્રામ, નેશનલ મેડિકલ કમિશન, નેશનલ ઓરલ હેલ્થ પ્રોગ્રામ્સ દ્વારા ચલાવવામાં આવે છે. આ ઉપરાંત તમાકુ છોડવા માગનારાને કાઉન્સિલિંગ માટે ટોલ ફ્રી હેલ્પલાઇન પણ છે. 

Tags :