Get The App

ગુજરાત RTOમાં મોટા પાયે બઢતી અને બદલી: 17 અધિકારી બન્યા ક્લાસ-1, જુઓ યાદી

Updated: Jan 1st, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાત RTOમાં મોટા પાયે બઢતી અને બદલી: 17 અધિકારી બન્યા ક્લાસ-1, જુઓ યાદી 1 - image


Gujarat RTO transfer list: વર્ષ 2025ના અંતિમ દિવસે ગુજરાત સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાજ્યના મોટર વાહન ખાતામાં ફરજ બજાવતા અધિકારીઓ માટે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી નવી અધિસૂચના મુજબ, રાજ્યના 17 જેટલા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીઓને (Class-2) પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી (Class-1) તરીકે બઢતી આપી નવી નિમણૂંક આપવામાં આવી છે.

પગાર ધોરણમાં વધારો અને તાત્કાલિક અમલ

આ બઢતી પામેલા અધિકારીઓને પે મેટ્રીક્ષ લેવલ-11 (રૂ. 67,700 થી રૂ. 2,08,700) ના પગાર ધોરણમાં મુકવામાં આવ્યા છે. સરકારના આદેશ મુજબ, આ તમામ બદલી અને બઢતીનો અમલ તાત્કાલિક અસરથી કરવાનો રહેશે.

આ પણ વાંચો: નવા વર્ષના પહેલા દિવસે ગુજરાતમાં IAS-IPS અધિકારીઓને બઢતીના આદેશ

આ આદેશ ગુજરાતના રાજ્યપાલના હુકમથી બંદરો અને વાહન વ્યવહાર વિભાગના ઉપસચિવ તેજેન્દ્ર પટેલ દ્વારા જારી કરવામાં આવ્યા છે. આ અંગેની જાણ મુખ્યમંત્રી કાર્યાલય, રાજ્યપાલના સચિવ અને વાહન વ્યવહાર કમિશનર સહિતની તમામ સંબંધિત કચેરીઓને કરી દેવામાં આવી છે.

બઢતી મેળવનારા મુખ્ય અધિકારીઓ અને તેમના નિમણૂંકના સ્થળો નીચે મુજબ છે.

ગુજરાત RTOમાં મોટા પાયે બઢતી અને બદલી: 17 અધિકારી બન્યા ક્લાસ-1, જુઓ યાદી 2 - image