Get The App

RTE હેઠળ એડમિશન પ્રક્રિયામાં બે રાઉન્ડ બાદ પણ 9000થી વધુ બેઠકો ખાલી, જાણો કારણ

Updated: May 31st, 2025

GS TEAM


Google News
Google News
Gujarat RTE 9000 Seats Vacant


Gujarat RTE 9000 Seats Vacant: રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ધો. 1માં વિના મૂલ્યે પ્રવેશ માટેની સરકારની ઓનલાઈન કેન્દ્રિય પ્રક્રિયામાં બે રાઉન્ડ પૂર્ણ થઈ ગયા છે અને બે રાઉન્ડ બાદ પણ 9000થી વધુ બેઠકો ખાલી રહી છે. જેમાં સૌથી વધુ 5263 બેઠકો અંગ્રેજી માધ્યમની છે. બે રાઉન્ડ બાદ પણ આટલી બધી બેઠકો ખાલી હોવાથી હવે ત્રીજો રાઉન્ડ સરકાર દ્વારા કરવામા આવશે. 

RTEમાં આ વર્ષે આવક મર્યાદા વધીને 6 લાખ થતા કુલ 1,75,685 અરજીઓ થઈ હતી અને જેની સામે રાજ્યની 9741 ખાનગી સ્કૂલોની 25% મુજબ 93,860 બેઠકો હતી. પ્રથમ રાઉન્ડમાં 86,274 બાળકોને વાલીઓની ચોઈસ અને કેટેગરી-માપદંડો મુજબ પ્રવેશ ફાળવાયા બાદ 7586 બેઠકો ખાલી રહી હતી. 86,274 બાળકોમાંથી 80,461 બાળકોના વાલીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો હતો.

જો કે બીજા રાઉન્ડ પહેલા નવી સ્કૂલો ઉમેરાતા કુલ 9814 સ્કૂલો થઈ હતી અને બેઠકો 94798 થઈ હતી. પ્રથમ રાઉન્ડ બાદ 14,345 બેઠકો ખાલી હતી જેના માટે બીજો રાઉન્ડ કરાયો હતો. બીજા રાઉન્ડમાં 7006 બાળકોને પ્રવેશ ફાળવાયો હતો.

ખાલી બેઠકોમાં સૌથી વધુ 5263 બેઠક અંગ્રેજી માધ્યમમાં 

28મી સુધીમાં પ્રવેશ કન્ફર્મ કરવાની મુદત પુરી થતા બીજો રાઉન્ડ પણ પૂર્ણ થઈ ગયો છે. બે રાઉન્ડના અંતે કુલ 93,270 ફાળવેલ પ્રવેશ સામે 85,760 બેઠકોમાં પ્રવેશ કન્ફર્મ થયો છે. જયારે 9157 બેઠકો હજુ ખાલી પડી છે. જેમાં અંગ્રેજી માધ્યમની 5263, ગુજરાતી માધ્યમની 1800, હિન્દી માધ્યમની 1920, મરાઠી માધ્યમની 30, ઓરિયાની 105 અને ઉર્દુ માધ્યમની 39 બેઠકો છે. 

આ પણ વાંચો: નડિયાદમાં દબાણ હટાવતી વખતે જમીનમાંથી દેશી દારૂના પીપ મળ્યા

ચોઈસની સ્કૂલ ન હોવાથી વાલી પ્રવેશ કન્ફર્મ કરતા નથી 

હવે આ ખાલી બેઠકો માટે થોડા દિવસમાં ત્રીજો રાઉન્ડ શરૂ કરાશે. અનેક વાલીઓ સ્કૂલમાં પ્રવેશ મળવા છતાં પસંદગીની સ્કૂલ ન હોવાથી પ્રવેશ કન્ફર્મ કરાવતા નથી.

RTE હેઠળ એડમિશન પ્રક્રિયામાં બે રાઉન્ડ બાદ પણ 9000થી વધુ બેઠકો ખાલી, જાણો કારણ 2 - image

Tags :