Get The App

નડિયાદમાં દબાણ હટાવતી વખતે જમીનમાંથી દેશી દારૂના પીપ મળ્યા

Updated: May 31st, 2025

GS TEAM


Google News
Google News
નડિયાદમાં દબાણ હટાવતી વખતે જમીનમાંથી દેશી દારૂના પીપ મળ્યા 1 - image


- વરસાદી કાંસ પરથી બીજા દિવસે પણ દબાણો દૂર

- ખાડ વિસ્તારમાંથી પકડાયેલા દેશી દારૂનો 400 લિટર વૉશ જપ્ત કરી મહિલા વિરૂદ્ધ ગુનો

નડિયાદ : નડિયાદમાં બીજા દિવસે પણ મનપા દ્વારા દબાણ તોડવાની કામગીરી કરાઈ હતી. મનપા દબાણ દૂર કરતી હતી, તે વખતે ત્યાં હાજર પોલીસને અચાનક જમીનમાં દાટેલા પીપ દેખાયા હતા. જેમાં તપાસ કરતા દેશી દારૂ બનાવવાનો વોશ મળી આવ્યો હતો. જે મામલે પોલીસે એક મહિલા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નડિયાદ મનપાએ વરસાદી કાંસની સફાઈ માટે દબાણો હટાવવાનું શરૂ કર્યું છે. નડિયાદમાંથી પસાર થતી મુખ્ય કાંસ કમળા તરફથી લઈને શહેરના છેડાના ખાડની કાંસ પર બંધાયેલા નાના- મોટા દબાણો, શૌચાલતો સહિતના દબાણો ગુરૂવારે તોડી પાડયા હતા. 

ત્યારે આજે મનપાએ કામગીરી ચાલુ રાખી હતી. જેમાં સિટી જીમખાના પાછળ કાચા- પાકા દબાણો દૂર કરાયા હતા. દબાણ દૂર કરતી વખતે જમીનમાં દબાવેલા પીપ મળ્યા હતા. પોલીસે તપાસ કરતા દેશી દારૂ બનાવવાનો વૉશ હોવાનું ખૂલ્યું હતું. 

નજીકમાં ઉભેલી શકમંદ મહિલાની પૂછપરછ કરતા કાંતાબેન તે રમણભાઈ તળપદાની વિધવા હોવાનું જણાવ્યું હતું. પોલીસે ૧૦ હજારની કિંમતનો દેશી દારૂનો ૪૦૦ લિટર વૉશ જપ્ત કરી મહિલા સામે ગુનો દાખલ કર્યો હતો. 

Tags :