Gujarat

આગામી 3 કલાક ગુજરાતના 12 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, 4 જિલ્લામાં રેડ એલર્ટ

By GS TEAM
3 Jul 20252 mins read
TukuTouch Logo
ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. રાજ્યમાં ચોમાસું શરુ થતાંની સાથે જ મેઘ મહેર જોવા મળી રહી છે. જોકે, ગત અઠવાડિયું દક્ષિણ ગુજરાત માટે ખૂબ કપરું રહ્યું છે. અહીં મેઘરાજાએ પોતાનો કહેર વર્તાવ્યો હતો, જેના કારણે આખેઆખા શહેર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. હજુ હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ચાર જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આગામી 3 કલાક ગુજરાતના 12 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, 4 જિલ્લામાં રેડ એલર્ટ

Gujarat Weather Forecast: ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. રાજ્યમાં ચોમાસું શરુ થતાંની સાથે જ મેઘ મહેર જોવા મળી રહી છે. જોકે, ગત અઠવાડિયું દક્ષિણ ગુજરાત માટે ખૂબ કપરું રહ્યું છે. અહીં મેઘરાજાએ પોતાનો કહેર વર્તાવ્યો હતો, જેના કારણે આખેઆખા શહેર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. હજુ હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ કલાકમાં ચાર જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. 

હવામાન વિભાગની આગાહી

ત્રીજી જુલાઈ:

રેડ એલર્ટઃ બનાસકાંઠાસ પાટણ, મહેસાણા, સાબરકાંઠા

ઓરેન્જ એલર્ટઃ કચ્છ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, મહીસાગર, ખેડા, આણંદ, પંચમાહાલ, દાહોદ, વડોદરા અને વલસાડ

યલો એલર્ટઃ મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, બોટાદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત,તાપી, ડાંગ, નવસારી, દમણ, દાદરા અને નગર હવેલી


ચોથી જુલાઈઃ 

હવામાન વિભાગે 4 જુલાઈના દિવસે 12 જિલ્લામાં યલો ઍલર્ટ આપ્યું છે. જ્યાં છૂટાછવાયો સ્થળોએ ભારે વરસાદ જોવા મળશે. 

યલો ઍલર્ટઃ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગીર સોમનાથ, દીવ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી

પાંચમી જુલાઈઃ 

હવામાન વિભાગે 5 જુલાઈના દિવસે 3 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ આપ્યું છે. આ જિલ્લામાં આજે છૂટાછવાયા સ્થળે અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય 15 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યાં ભારે વરસાદ જોવા મળશે. 

ઑરેન્જ ઍલર્ટઃ અરવલ્લી, મહીસાગર, દાહોદ

યલો ઍલર્ટઃ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવ

આ પણ વાંચો: મુંબઈમાં મહિલા શિક્ષિકે સગીર વિદ્યાર્થીનું શોષણ કર્યું, ફાઈવ સ્ટાર હોટેલમાં લઇ જઇ દારૂ પીવડાવ્યો

છઠ્ઠી જુલાઈ

હવામાન વિભાગે 6 જુલાઈના દિવસે 7 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ આપ્યું છે. આ જિલ્લામાં આજે છૂટાછવાયા સ્થળે અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય 22 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યાં ભારે વરસાદ જોવા મળશે. 

ઑરેન્જ ઍલર્ટઃ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી

યલો ઍલર્ટઃ કચ્છ, પાટણ, મોરબી, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવ

સાતમી જુલાઈઃ 

હવામાન વિભાગ દ્વારા 7 જુલાઈના દિવસે 2 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લામાં આજે છૂટાછવાયા સ્થળે અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય 12 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યાં ભારે વરસાદ જોવા મળશે. 

ઑરેન્જ ઍલર્ટઃ બનાસકાંઠા અને સાબરકાંઠા

યલો ઍલર્ટઃ કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર, પાટણ, મહેસાણા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી