ગુજરાતમાં સિઝનનો સરેરાશ 128 ટકા વરસાદ, સૌથી વધુ કચ્છમાં 150 ટકા! જાણો હવે શું છે આગાહી

Gujarat Rain 2025: ગુજરાતમાં કમોસમી વરસાદે કેર વર્તાવતા ખેડૂતોને માથે આભ તૂટી પડ્યું છે. છેલ્લા એક મહિનામાં જ ગુજરાતમાં સરેરાશ ચાર ઈંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સરેરાશ 6 ઈંચ જેટલા વરસાદનો સમાવેશ થાય છે.
ક્યાં કેટલો વરસ્યો વરસાદ?
ગુજરાતમાં રવિવારે 35 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં દેવભૂમિ દ્વારકાના દ્વારકામાં સૌથી વધુ 1.50 ઈંચ, જ્યારે ભાવનગરમાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. રાહતની વાત એ છે કે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં હવે વરસાદની કોઈ સંભાવના નથી. છેલ્લા એક મહિનામાં સૌરાષ્ટ્રમાં 5.50 ઈંચ જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતમાં 3.25 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.
100% થી વધુ વરસાદ
ચોમાસાની વર્તમાન સિઝનમાં ગુજરાતમાં સરેરાશ 128 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ 150 ટકા, દક્ષિણ ગુજરાતમાં 133 ટકા જેટલા વરસાદ વરસી ચૂક્યો છે. આ વખતે જૂનમાં 12, જુલાઈમાં 10, ઓગસ્ટમાં9.70, સપ્ટેમ્બરમાં 8.75 ટકા જેટલો સરેરાશ વરસાદ વરસ્યો હતો.
આ પણ વાંચોઃ કપડવંજના આંતરસુબામાં 1.57 લાખની મત્તા ચોરી તસ્કરો પલાયન
છેલ્લા એક મહિનામાં રીજિયન પ્રમાણે ઈચમાં વરસાદ

