Get The App

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 47 તાલુકા તરબોળ, જુઓ ક્યાં કેટલો વરસાદ પડ્યો, આ જિલ્લામાં આગાહી

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
Representative image in Rain


Gujarat Rain Update: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ નોંધાય છે. જેમાં બોટાદમાં 1 ઈંચથી વધુ, દસાડામાં દોઢ ઈંચ અને ટંકારામાં એક ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને દમણમાં છૂટાછવાયા સ્થળો વરસાદની આગાહી કરવામાં આવી છે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 47 તાલુકા તરબોળ, જુઓ ક્યાં કેટલો વરસાદ પડ્યો, આ જિલ્લામાં આગાહી 2 - image

3 દિવસ કેવો રહેશે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ 11મી,12મી અને 13મી જુલાઇએ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને દમણમાં છૂટાછવાયા સ્થળો વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 13મી જુલાઇએ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર સહિતના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

આ પણ વાંચો: ગાંધીનગરની GNLUમાં જીવાતના ત્રાસથી શિક્ષણકાર્ય બંધ! 1100થી વધુ વિદ્યાર્થીના અભ્યાસને અસર


ઘેડ પંથક જળબંબાકાર

જૂનાગઢ જિલ્લામાં વરસાદના કારણે ફરીવાર ઘેડ પંથક જળબંબાકાર થયો છે. બામણાસા નજીક ઓઝત નદીનું પાણી ખેતરોમાં ફરી ઘૂસી ગયા હતા. હજુ થોડા દિવસ પહેલા ઘેડ પંથકમાં પ્રસરેલા પાણી ધીમે-ધીમે ઓસરી રહ્યા હતા એવામાં ફરી પાણી ઘૂસી જતા સ્થાનિકો તથા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ભારે વરસાદના કારણે ઓઝત-2 ડેમ સહિતના જળાશયોમાં નવા નીરની આવક થઈ હતી તથા અનેક રસ્તાઓ ફરી બંધ થતા જનજીવન પર અસર થઈ છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 47 તાલુકા તરબોળ, જુઓ ક્યાં કેટલો વરસાદ પડ્યો, આ જિલ્લામાં આગાહી 3 - image


Google NewsGoogle News