Get The App

ગાંધીનગરની GNLUમાં જીવાતના ત્રાસથી શિક્ષણકાર્ય બંધ! 1100થી વધુ વિદ્યાર્થીના અભ્યાસને અસર

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
Representative image in MILLIPEDE

Image: Envato

Pest infestation in Gandhinagar: ગાંધીનગરમાં આવેલી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU)માં મિલિપેડ્સ (એક પ્રકારની જીવાત)નો ત્રાસ એટલી હદે વધી ગયો કે યુનિ.એ વિદ્યાર્થીઓને રજા આપી દેવી પડી છે. રવિવાર સુધી વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે રજા આપી દેવાઈ છે અને સોમવારથી શિક્ષણકાર્ય શરૂ થશે પરંતુ ઓનલાઈન જ ભણાવાશે.

1100થી વધુ વિદ્યાર્થીના અભ્યાસને અસર 

હાલ યુનિ.માં પાંચ વર્ષના ઈન્ટિગ્રેટેડ લોના અને એલએલએમના મળીને 1100થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પરંતુ વરસાદની સીઝનમાં મોટા ભાગના વિસ્તારોમાં જમીન અને વૃક્ષો પર જોવા મળતી જીવાતનો ત્રાસ વધી ગયો છે. જીએનએલયુ કેમ્પસમાં આવેલા વિવિધ બિલ્ડીંગ-ડિપાર્ટમેન્ટ તેમજ હોસ્ટેલ બિલ્ડીંગ સહિત તમામ જગ્યાએ જીવાત (મિલિપેડ્સ)નો ત્રાસ ખૂબ જવધતા વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને કર્મચારી સહિત તમામ સ્ટાફ કંટાળી ગયા છે. પરંતુ આ જીવાતનો ઉપદ્રવ એટલી હદે છે કે વિદ્યાર્થીઓ ભણી શકે અને રહી શકે તેમ ન હોઈ અંતે યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય બંધ કરીને રજા આપી દેવી પડે છે. 

આ પણ વાંચો: હદ થઈ! હવે અમદાવાદમાં ઓગણજ રીંગ રોડ પર કારચાલક પાસેથી તોડ કરતા બે નકલી પોલીસ ઝડપાયા


આજથી (11મી જુલાઈ) તમામ વર્ગો બંધ કરી દેવાનો નિર્ણય લેવામા આવ્યો છે અને શનિ-રવિ યુનિ.માં રજા હોય છે. જ્યારે સોમવારથી વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવવામા આવશે. જ્યાં સુધી યુનિવર્સિટી કેમ્પસ અને હોસ્ટેલ ઓસપાસ આ જીવાતનો ઉપદ્રવ દૂર નહીં કરાય ત્યાં સુધી અનિશ્ચિત મુદત માટે ઓફલાઈન વર્ગો બંધજ રહેશે. સોમવારથી અનિશ્ચિત મુદત માટે ઓનલાઈન વર્ગો જચાલશે.હાલ તો રાજ્ય બહારના મોટા ભાગના વિદ્યાર્થીઓ પોતાના ઘરે જતા રહ્યા છે.

ગાંધીનગરની GNLUમાં જીવાતના ત્રાસથી શિક્ષણકાર્ય બંધ! 1100થી વધુ વિદ્યાર્થીના અભ્યાસને અસર 2 - image


Google NewsGoogle News