10 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં છેલ્લાં ઘણાં દિવસોથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. એવામાં આજે પણ વરસાદ ખમૈયા કરવાના મૂડમાં નથી હવામાન વિભાગ દ્વારા ઉત્તર અને દક્ષિણ ગુજરાતના 10 જિલ્લામાં 10 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય બાકીના જિલ્લામાં યેલો એલર્ટ રહેશે.
આ પણ વાંચોઃ મૃતદેહ પાસેથી 'સેલફોસ'ની ડબ્બીઓ મળી આવતા આત્મહત્યાનું અનુમાન
10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 10 વાગ્યા સુધી બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, તાપી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર અને હવેલીમાં ઓરેન્જ એલર્ટ રહેશે. આ વિસ્તારમાં ભારે વરસાદ વરસવાની સંભાવના છે.
24 જિલ્લામાં યેલો એલર્ટ
આ સિવાય ગુજરાતના બાકીના 24 જિલ્લામાં યેલો એલર્ટ રહેશે. જ્યાં હળવાથી મધ્યમ સ્તરે છૂટો છવાયેલો વરસાદ જોવા મળી શકે છે.
આ પણ વાંચોઃ રૂલર ડિવિઝનના 54 કનેક્શનમાં રૂ. 28.42 લાખની વીજચોરી ઝડપાઈ
હવામાન વિભાગની આગાહી
- 23 ઓગસ્ટ: કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી
- 24 ઓગસ્ટઃ કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.