રૂલર ડિવિઝનના 54 કનેક્શનમાં રૂ. 28.42 લાખની વીજચોરી ઝડપાઈ
- પીજીવીસીએલની 27 ટીમો દ્વારા વીજ ચેકિંગ ડ્રાઈવ
- સણોસરા, સિહોર ગ્રામ્ય, વલ્લભીપુર અને વરતેજ સબ ડિવિઝન હેઠળના 158 કનેક્શનો ચકાસ્યા
ભાવનગર : પીજીવીસીએલ દ્વારા ગ્રામ્ય ડિવિઝનના ચાર સબ ડિવિઝનમાં વીજ ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી. જેમાં કુલ રૂ.૨૮.૪૨ લાખની વીજચોરી ઝડપાઈ હતી.
પીજીવીસીએલ દ્વારા આજે સતત પાંચમાં દિવસે વીજ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં વર્તૂળ કચેરી હેઠળના ગ્રામ્ય ડિવિઝનના સણોસરા, સિહોર ગ્રામ્ય, વલ્લભીપુર અને વરતેજ સબ ડિવિઝન હેઠળના કનેક્શનોમાં પીજીવીસીએલની ૨૭ ટીમો દ્વારા આજે વહેલી સવારે વીજ ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ૧૫૪ રહેણાંકી તથા ૧ વાણિજ્ય સહિત કુલ ૧૫૮ વીજ કનેક્શનોની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી ૫૨ રહેણાંકી અને ૧ વાણીજ્ય સહિત કુલ ૫૪ વીજ કનેક્શનોમાં કુલ રૂ.૨૮.૪૨ લાખની વીજચોરી ઝડપાઈ હતી.