દ. ગુજરાતનાં લોકો ચેતજો! 14 સપ્ટેમ્બરથી ફરી વરસાદની આગાહી, 5થી વધુ જિલ્લામાં ઍલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી મુશળધાર વરસાદ બાદ બે દિવસથી વરસાદમાં રાહત જોવા મળી રહી છે. જોકે, આ રાહત ફક્ત થોડા સમય પૂરતી જ રહેશે. કારણ કે, હવામાન વિભાગે 14થી 16 સપ્ટેમ્બર સુધી રાજ્યના અમુક ભાગોમાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે. 14 સપ્ટેમ્બર સુધી, રાજ્યમાં ક્યાંક છૂટો છવાયેલો ધીમો વરસાદ જોવા મળી શકે છે.
આ પણ વાંચોઃ સેવન્થ ડે સ્કૂલમાં ઓફલાઇન શિક્ષણ શરૂ થશે, શાળાને ફરી શરુ કરવા સરકારને હાઇકોર્ટનું સૂચન
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ અનુસાર, ગુજરાતના તમામ જિલ્લામાં આવતા ચાર દિવસ સુધી હળવાથી મધ્યમ છૂટો છવાયેલો વરસાદ જોવા મળી શકે છે.
14 સપ્ટેમ્બરઃ શનિવારે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી સહિત દમણ, દાદારા અને નગર હવેલીમાં અમુક જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય રાજ્યના અન્ય જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે છે.
15 સપ્ટેમ્બરઃ રવિવારે છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી સહિત દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આ વિસ્તારમાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
16 સપ્ટેમ્બરઃ સોમવારે નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે.