Gujarat

'30 હજાર કરોડનો કાળો કારોબાર...', ફરી સંસદમાં ગાજ્યો ગુજરાતની દારૂબંધીનો મુદ્દો!

By GS TEAM
8 Dec 20252 mins read
TukuTouch Logo
ગુજરાતમાં દારૂ-ડ્રગ્સના દૂષણને લઈને વિપક્ષે આક્રમક રુખ અપનાવ્યું છે અને જેને જનસમર્થન પણ સાંપડી રહ્યુ છે. પરિણામે ભાજપ સરકારે બેકફુટ પર આવવુ પડ્યું છે. જો કે, હવે ગુજરાતની દારૂબંધીનો મુદ્દો છેક સંસદ સુધી પહોંચ્યો છે. રાજસ્થાનના સાંસદે ગુજરાતની દારૂબંધી મુદ્દે સવાલ ઊઠાવ્યા હતાં. ત્યારે હવે દીવના સાંસદ ઉમેશ પટેલે સંસદમાં એવો મુદ્દો છેડ્યો હતોકે, ગુજરાતમાં કેવી દારૂબંધી છે?, ખુદ સરકાર જ દારૂ પીવા માટે પરમીટ આપી રહી છે. આવું હોય ખરું?

Summarized by AI; it may make mistakes. Check important info

'30 હજાર કરોડનો કાળો કારોબાર...', ફરી સંસદમાં ગાજ્યો ગુજરાતની દારૂબંધીનો મુદ્દો!

Alcohol prohibition In Gujarat: ગુજરાતમાં દારૂ-ડ્રગ્સના દૂષણને લઈને વિપક્ષે આક્રમક રુખ અપનાવ્યું છે અને જેને જનસમર્થન પણ સાંપડી રહ્યું છે. પરિણામે ભાજપ સરકારે બેકફૂટ પર આવવું પડ્યું છે. જો કે, હવે ગુજરાતની દારૂબંધીનો મુદ્દો છેક સંસદ સુધી પહોંચ્યો છે. રાજસ્થાનના સાંસદે ગુજરાતની દારૂબંધી મુદ્દે સવાલ ઊઠાવ્યા હતા. ત્યારે હવે દીવના સાંસદ ઉમેશ પટેલે સંસદમાં એવો મુદ્દો છેડ્યો હતોકે, ગુજરાતમાં કેવી દારૂબંધી છે ? ખુદ સરકાર જ દારૂ પીવા માટે પરમીટ આપી રહી છે. આવું  હોય ખરું? 

કરોડો રૂપિયાનો દારૂનો કાળો કારોબાર

સંસદમાં ગુજરાતની દારૂબંધીનો સતત મુદ્દો ઊઠી રહ્યો છે પરિણામે રાજ્ય સરકારની ફજેતી થઈ છે. દીવના સાંસદ ઉમેશ પટેલે સાંસદમાં મુદ્દો ઉઠાવી એવો આક્ષેપ કર્યો કે, 'પ્રતિબંધ હોવા છતાં પણ ગુજરાતમાં ગલીએ ગલીએ દારૂ વેચાઈ રહ્યો છે. મજાની વાત તો એ છે કે, જે ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે તે રાજ્યમાં ખુદ સરકાર જ લોકોને દારૂ પીવા માટે પરમીટ આપી રહી છે. તો દારૂબંધીનો અર્થ શો? તે સમજાતું નથી. પ્રતિબંધ માત્ર નામ પૂરતો જ છે કેમ કે, ગુજરાતમાં આજે પણ 77 હોટલ-રિસોર્ટમાં દારૂ વેચાઈ રહ્યો છે.'

આ પણ વાંચો: બેટી બચાવો- બેટી પઢાઓ યોજનામાં કેન્દ્ર સરકારે ગુજરાતને ફદિયું પણ આપ્યું નહીં

ગંભીર આરોપ લગાવતાં ઉમેશ પટેલે કહ્યું કે, 'ગુજરાતમાં 25-30 હજાર કરોડ રૂપિયાનો દારૂનો કાળો કારોબાર ફૂલ્યો ફાલ્યો છે. પરિણામે એવું થયું છેકે, સરકારની તિજોરીને નુકસાન પહોચી રહ્યું છે. ખરેખર તો દારૂની છૂટ અપાય તો સરકારને મોટી આવક થાય તેમ છે.'

કોંગ્રેસના સાંસદ ગેનીબહેન ઠાકોરે સંસદમાં દારૂ મુદ્દો ઉઠાવ્યો

બીજી તરફ કોંગ્રેસના સાંસદ ગેનીબહેન ઠાકોરે પણ સંસદમાં આ જ મુદ્દો ઉઠાવતાં કહ્યું કે, 'ગુજરાતમાં ખેડૂતો ખાતર માટે ફાંફા મારી રહ્યા છે પણ દારૂની તો હોમ ડિલિવરી થઈ રહી છે. માંગો તો દારૂ ઘેર પહોચી જાય છે. રવિ સિઝનનો પ્રારંભ થયો છે ત્યારે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી તે મુદ્દે સરકારે કાળાબજારીયાઓ સામે પગલાં ભરવા જોઈએ તેવી તેમણે માંગ કરી હતી.' 

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દારૂની પરમીટોની સંખ્યા પણ દીવસે દીવસે વધી રહી છે. વર્ષ 2023 અને વર્ષ 2024માં અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, ભાવનગર અને રાજકોટમાં સ્વાસ્થયના બહાને કુલ મળીને 4886 દારૂની પરમીટો આપી છે.