LRD Bharti : ગુજરાત પોલીસ ભરતી ભોર્ડ(GPRB) દ્વારા લેવામાં આવેલી ભરતી ક્રમાંક નંબર GPRB/202324/1 લોકરક્ષક કેડરમાં કુલ 11,899 ઉમેદવારોને ગત 23 ડિસેમ્બર, 2025ના રોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ તમામ ઉમેદવારોને તેમના મનપસંદ સ્થળે પોસ્ટિંગ મળે તે માટે ભરતી બોર્ડ દ્વારા શહેર-જિલ્લાની પસંદગી માટેની અરજી મંગાવવામાં આવી રહી છે.
LRD ઉમેદવારોની સ્થળ પસંદગી માટે અરજી પ્રક્રિયા શરૂ
GPRBની GPRB/202324/1 ભરતીમાં બિન હથિયારી-હથિયારી લોકરક્ષક કેડરમાં કુલ 8,782 પુરુષ અને 3,117 મહિલા ઉમેદવારો પસંદગી પામ્યા છે. આ તમામ ઉમેદવારોને શહેર-જિલ્લા ફાળવણી માટે ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી રહી છે. જેમાં સ્થળ પસંદગી માટે 8 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી, 2026ના રાત્રે 11:59 સુધી અરજી કરી શકાશે.
આ પણ વાંચો: GPSC Exam: ગુજરાત જાહેર સેવા આયોગની પ્રિલીમ પરીક્ષાની તારીખો જાહેર, જાણો ક્યારે લેવાશે
GPRB મુજબ, સ્થળ પસંદગી માટે ઉમેદવારોએ 2 શહેર અને 3 જિલ્લા એમ કુલ 5 વિકલ્પ પસંદ કરવાના રહેશે. આ માટે OJASની સત્તાવાર વેબસાઈટ ojas.gujarat.gov.in પરથી અરજી કરી શકાશે.



