GPSC Exam Schedule 2026: ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે લાંબા સમયની આતુરતાનો અંત આવ્યો છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ષ 2026માં યોજાનારી વિવિધ સંવર્ગની ભરતી પરીક્ષાઓની તારીખો સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે.
ફેબ્રુઆરીથી એપ્રિલ માસ દરમિયાન યોજાશે પરીક્ષાઓ
GPSC દ્વારા બહાર પાડવામાં આવેલી વિગતો મુજબ, ક્લાસ-1 અને ક્લાસ-2ના કુલ 18 જેટલા અલગ-અલગ સંવર્ગો માટેની પ્રાથમિક કસોટી (Preliminary Exam) આગામી ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ 2026 દરમિયાન યોજાશે. આ જાહેરાતથી ખાસ કરીને વહીવટી સેવા અને ટેકનિકલ કેડરમાં કારકિર્દી બનાવવા માંગતા યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: બિટકોઈન-અપહરણ કેસ: ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને હાઈકોર્ટના શરતી જામીન
કયા કયા પદો માટે લેવાશે પરીક્ષા?
•વહીવટી અને સચિવાલય સેવા: રહસ્ય સચિવ (ક્લાસ-2), મદદનીશ વહીવટી અધિકારી (ક્લાસ-2).
•ટેકનિકલ અને વિશેષ સેવા: MIS મેનેજર (ક્લાસ-1 અને 2), પશુચિકિત્સા અધિકારી (ક્લાસ-2), મુખ્ય વૈજ્ઞાનિક અધિકારી.
•શિક્ષણ અને અન્ય સેવા: ગુજરાત શિક્ષણ સેવા, નિયામક ગ્રંથપાલ, નાયબ માહિતી નિયામક, મદદનીશ ઉદ્યોગ કમિશ્નર
•અન્ય: ગુજરાત મત્સ્યોદ્યોગ સેવા અને સામાન્ય રાજ્ય સેવામાં વહીવટી અધિકારી (ક્લાસ-2).
ઉમેદવારોએ વિગતવાર પરીક્ષા કેન્દ્ર અને સમયની માહિતી માટે GPSCની સત્તાવાર વેબસાઇટ પર નજર રાખવા વિનંતી કરવામાં આવી છે.
આવતા વર્ષે વિવિધ વિભાગોની લેવાનારી પરીક્ષાનું કેલેન્ડર GPSC દ્વારા જાન્યુઆરીના અંતમાં જાહેર કરવામાં આવશે. જીપીએસસીના ચેરમેન દ્વારા આજે ટ્વીટ કરી આ માહિતી આપવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, GPSC વિવિધ વિભાગો સાથે પરામર્શ કરી રહી છે. તે પૂર્ણ થતાં જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવશે.


