Get The App

ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી, 300 જેટલાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને કર્યા ડિપોર્ટ

Updated: May 8th, 2025

GS TEAM


Google News
Google News
ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી, 300 જેટલાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને કર્યા ડિપોર્ટ 1 - image


Gujarat Police Deport Around 300 Bangladeshi: જમ્મુ-કાશ્મીરમાં પહલગામ હુમલાના બાદ ગુજરાત સરકાર પણ એલર્ટ થઈ ગઈ હતી. આ હુમલા બાદ ગુજરાતમાં ગેરકાયદે રહેતા ઘુસણખોરો સામે સરકારે લાલ આંખ કરી હતી. જેને લઈને અમદાવાદના ચંડોળા સહિત રાજ્યના અનેક જિલ્લામાંથી ઘુસણખોરોને વીણી-વીણીને શોધી કાઢ્યા હતાં. ત્યારબાદ તેમના ગેરકાયદે રહેઠાણો પર પણ બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી હતી. એવામાં હવે રાજ્યભરમાંથી પકડેલાં 300 જેટલાં બાંગ્લાદેશીઓના ડિપોર્ટેશનની કવાયત હાથ ધરી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ બાંગ્લાદેશીઓને એરક્રાફ્ટ મારફતે તેમના દેશ પરત મોકલી દેવાયા છે. 

આ પણ વાંચોઃ આજે આ 10 જિલ્લામાં મેઘરાજા બોલાવશે ધડબડાટી, હજુ ત્રણ દિવસ સુધી નહીં કરે ખમૈયા

અમદાવાદ-સુરતમાંથી ઝડપાયા બાંગ્લાદેશી

ગેરકાયદે બાંગ્લાદેશીઓને પકડવા માટે અમદાવાદ, સુરત જેવા જિલ્લામાં આપરેશન હાથ ધરાયું હતું. આ ઓપરેશનનમાં અમદાવાદમાંથી 800 અને સુરતમાંથી 134 બાંગ્લાદેશીઓ ઝડપાયા હતાં. આ તમામની અટકાયત કરી તેમના દસ્તાવેજો તપાસતા તેઓ બાંગ્લાદેશ છે અને ગેરકાયદે ઘુસણખોરી કરી રહેતા હતાં તેની પુષ્ટિ કરાઈ હતી. સુરતના 134માંથી 90 વ્યક્તિએ ગેરકાયદે ઘુસણખોરી કરી હોવાની પુષ્ટિ થઈ હતી. બીજી બાજું અમદાવાદમાં 800માંથી 200 જેટલા લોકો ગેરકાયદે ઘુસણખોરી કરવાનું સામે આવ્યું હતું. આ તમામને ગુપ્ત રીતે રાજ્ય સરકારે પોતાના વતન પરત મોકલી દીધા છે.

આ પણ વાંચોઃ ધોરણ 10નું 83.08% પરિણામ, બનાસકાંઠા જિલ્લાનું સૌથી વધુ રિઝલ્ટ, આ રીતે ચેક કરો

હવાઈ માર્ગે કરાયા ડિપોર્ટ 

મળતી માહિતી મુજબ, ગુજરાત પોલીસે બાંગ્લાદેશીઓને વતન પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ આખુંય ઓપરેશન રાજ્ય સરકારની સીધી સૂચનાથી ગુપ્ત રીતે કરવામાં આવ્ચું હતું. અમદાવાદ, સુરત સહિત રાજ્યભરમાંથી બાંગ્લાદેશીઓને બસમાં ભરીને એસ્કોટિંગ સાથે વડોદરા લઈ જવાયા હતાં અને ત્યારબાદ ત્યાંથી તેમને હવાઈ માર્ગે ડિપોર્ટ કરવામાં આવ્યા હતાં. 

 


Tags :