Get The App

ઓવરસ્પીડને કારણે ગુજરાતમાં 1 વર્ષમાં 7278 લોકોના મોત, આ મામલે રાજ્ય દેશમાં 7મા સ્થાને

Updated: Aug 30th, 2025

GS TEAM

Google News
Google News
Road Accidents in Gujarat


Road Accidents in Gujarat: ‘ઝડપની મજા, મોતની સજા’ વાક્ય દરેકે વાંચ્યું હશે પણ તેને વાસ્તવિક જીવનમાં અનેક લોકો ઉતારતા નથી. ગુજરાતમાં એક વર્ષમાં કુલ 16,349 રોડ એક્સિડન્ટ થયા છે અને તેમાંથી 7,854 વ્યક્તિના મૃત્યુ થયા છે. રોડ એક્સિડન્ટના 90 ટકા કેસ માટે વાહનની વઘુ પડતી ઝડપ જવાબદાર છે. ઓવરસ્પીડને કારણે 14,718 એક્સિડન્ટ થયેલા છે અને તેમાં 7,278 ના મૃત્યુ થયા છે. એટલું જ નહીં, ઓવરસ્પીડને કારણે જે રાજ્યમાં સૌથી વધુ લોકો જીવ ગુમાવતા હોય તેમાં ગુજરાત સાતમા સ્થાને છે.

ઓવરસ્પીડને કારણે ગુજરાતમાં 1 વર્ષમાં 7278 લોકોના મોત, આ મામલે રાજ્ય દેશમાં 7મા સ્થાને 2 - image

ઓવરસ્પીડને કારણે ગુજરાતમાં 1 વર્ષમાં 7278 લોકોના મોત, આ મામલે રાજ્ય દેશમાં 7મા સ્થાને 3 - image

2023માં મૃત્યુઆંકમાં વધારો અને દૈનિક સરેરાશ 22 મૃત્યુ

મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે દ્વારા વર્ષ 2023નો અહેવાલ આખરે હવે રજૂ કરવામાં આવ્યો છે. જેના અનુસાર 2022 કરતાં 2023માં માર્ગ અકસ્માત અને તેના કારણે જીવ ગુમાવનારાના પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે. 2019થી 2023 દરમિયાન ગુજરાતમાં માર્ગ અકસ્માતના 78,330 કેસ નોંધાયા છે અને તેમાં મૃત્યુ 36,484ના થયા છે. વર્ષ 2023ની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં દરરોજ સરેરાશ 22 વ્યક્તિ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે. ગુજરાતમાં જીવલેણ માર્ગ અકસ્માતમાંથી 2,119 શહેરી અને 5,106 ગ્રામ્ય વિસ્તારમાં થયેલા છે.

ઓવરસ્પીડને કારણે ગુજરાતમાં 1 વર્ષમાં 7278 લોકોના મોત, આ મામલે રાજ્ય દેશમાં 7મા સ્થાને 4 - image

ઓવરસ્પીડને કારણે ગુજરાતમાં 1 વર્ષમાં 7278 લોકોના મોત, આ મામલે રાજ્ય દેશમાં 7મા સ્થાને 5 - image

રોડ અકસ્માતોના કારણો: લાઇસન્સ, હેલ્મેટ અને મોબાઇલનો ઉપયોગ

ગુજરાતમાં એક વર્ષમાં જે અકસ્માત થયેલા છે તેમાંથી 11,902 પાસે પાકું લાયસન્સ, 1,190 પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હતું જ્યારે 1,251 લાયસન્સ વગર જ વાહન ચલાવી રહ્યા હતા. વાહન અકસ્માતમાંથી થયેલા મૃત્યુમાં 2,059 વાહનચાલકોએ હેલમેટ જ પહેર્યું નહોતું. મોબાઈલનો ઉપયોગ કરતાં વાહન ચલાવાને કારણે પણ વાહન અકસ્માતના કેસમાં વધારો થયો છે. વર્ષ 2023માં મોબાઈલનો ઉપયોગ કરતાં વાહન ચલાવવાથી 150 અકસ્માત નોંધાયા હતા અને તેમાં 33ના મોત થયા છે. ગયા વર્ષે 575 રોડ એક્સિડન્ટ ઘુમ્મસવાળા વાતાવરણને કારણે થયા હતા અને તેમાં 309 વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો.

ઓવરસ્પીડને કારણે ગુજરાતમાં 1 વર્ષમાં 7278 લોકોના મોત, આ મામલે રાજ્ય દેશમાં 7મા સ્થાને 6 - image

ઓવરસ્પીડને કારણે ગુજરાતમાં 1 વર્ષમાં 7278 લોકોના મોત, આ મામલે રાજ્ય દેશમાં 7મા સ્થાને 7 - image

આ પણ વાંચો: ગોધરા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ભારે પવનના લીધે મંડપ ધરાશાયી, 6 હોમગાર્ડ જવાન ઈજાગ્રસ્ત

હિટ એન્ડ રનના કિસ્સામાં મોટો મૃત્યુઆંક

આ અહેવાલ પ્રમાણે આશ્ચર્યજનક રીતે ખાડાને કારણે ગુજરાતમાંથી એકપણ વ્યક્તિએ જીવ ગુમાવ્યો નથી. વિસ્તાર પ્રમાણે જોવામાં આવે તો માર્ગ અકસ્માતમાં માર્કેટમાં 847, ખુલ્લા વિસ્તારમાં 4,843 થયેલા છે. એક વર્ષમાં હિટ એન્ડ રનના કુલ 2,214 અકસ્માતના કેસ નોંધાયા છે અને તેમાંથી 1,346 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે જ્યારે 905 વ્યક્તિને ગંભીર ઈજાનો સામનો કરવો પડ્યો હતો.

ઓવરસ્પીડને કારણે ગુજરાતમાં 1 વર્ષમાં 7278 લોકોના મોત, આ મામલે રાજ્ય દેશમાં 7મા સ્થાને 8 - image

Tags :