US Illegal Entry Case : અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ગુજરાત નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ટીમે હરિયાણાના 2 લોકોની ધરપકડ કરી છે. NIAની ટીમે હરિયાણા અને પંજાબની 4 જગ્યાએ દરોડા પાડ્યા હતા.
ગુજરાત NIAની ટીમે હરિયાણાના 2 લોકોની કરી ધરપકડ
મળતી માહિતી મુજબ, અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કેસ મામલે ગુજરાત NIAની ટીમે હરિયાણા અને પંજાબમાં દરોડા પાડ્યા હતા. જેમાં હરિયાણાના કરનાલના રહેવાસી રવિ અને ગોપાલસિંહની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો: બાળકના અપહરણ કેસમાં અમેરિકાની જેલમાં બંધ ગુજરાતના મહેન્દ્ર પટેલને રાહત, આરોપો ફગાવાયા
સમગ્ર મામલે જાણવા મળ્યું હતું કે, રવિ નામનો આરોપી ભારતીયોને ગેરકાયદે અમેરિકા મોકલવા માટે ફસાવતો હતો. જેમાં આરોપી દ્વારા અમેરિકા જવા માટે લોકોને લાલચ આપતા હતા. આરોપીઓએ ઈમિગ્રેશનના બહાને અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કેસ મામલે NIA આગળની કાર્યવાહી હાથ ધરી છે.


