Gujarat

ચોમાસાના પ્રથમ વરસાદે જ 11 ડેમ હાઇઍલર્ટ પર, નર્મદા ડેમ 51% ભરાયો, જાણો અન્યની સ્થિતિ

By GS TEAM
18 Jun 20252 mins read
TukuTouch Logo
અસહ્ય ઉકળાટ અને બફારાભર્યા દિવસો બાદ આખરે ગુજરાતમાં ચોમાસાનું ધમાકેદાર આગમન થયું છે. છેલ્લાં ત્રણ ચાર દિવસથી રાજ્યભરમાં વરસાદ વરસી રહ્યો છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 227 તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ બોટાદના બરવાળામાં 7 ઇંચ અને સુરેન્દ્રનગરના સાયલામાં 6.3 ઇંચ નોંધાયો છે. આ સાર્વત્રિક વરસાદને પગલે નદી-નાળા છલકાયા છે અને રાજ્યભરના ડેમમાં નવા નીરની આવક થઈ છે. ચોમાસાના આ પ્રથમ વરસાદે જ રાજ્યના ડેમોની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. હાલમાં 11 ડેમ હાઇઍલર્ટ પર છે, જ્યારે 13 ડેમ ઍલર્ટ પર અને 10 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચોમાસાના પ્રથમ વરસાદે જ 11 ડેમ હાઇઍલર્ટ પર, નર્મદા ડેમ 51% ભરાયો, જાણો અન્યની સ્થિતિ

Gujarat Dam Report : અસહ્ય ઉકળાટ અને બફારાભર્યા દિવસો બાદ આખરે ગુજરાતમાં ચોમાસાનું ધમાકેદાર આગમન થયું છે. છેલ્લાં ત્રણ ચાર દિવસથી રાજ્યભરમાં વરસાદ વરસી રહ્યો છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 227 તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ બોટાદના બરવાળામાં 7 ઇંચ અને સુરેન્દ્રનગરના સાયલામાં 6.3 ઇંચ નોંધાયો છે. આ સાર્વત્રિક વરસાદને પગલે નદી-નાળા છલકાયા છે અને રાજ્યભરના ડેમમાં નવા નીરની આવક થઈ છે. ચોમાસાના આ પ્રથમ વરસાદે જ રાજ્યના ડેમોની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. હાલમાં 11 ડેમ હાઇઍલર્ટ પર છે, જ્યારે 13 ડેમ ઍલર્ટ પર અને 10 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે.

આ પણ વાંચો:  Monsoon Updates : 24 કલાકમાં 227 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ બરવાળામાં 7 ઈંચ વરસાદ ખાબક્યો

સરદાર સરોવર નર્મદા ડેમ અને અન્ય ડેમોમાં પાણીની સ્થિતિ

સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલનો સંગ્રહ 172267 MCFT છે, જે તેની કુલ સંગ્રહ ક્ષમતાના 51.56% જેટલો છે.

રાજ્યના કુલ 206 ડેમ પૈકી 9 ડેમ 100% ભરાયેલા છે.

- 25 ડેમ 70%થી 100% વચ્ચે ભરાયેલા છે.

- 22 ડેમ 50%થી 70% વચ્ચે ભરાયેલા છે.

- 55 ડેમ 25%થી 50% વચ્ચે ભરાયેલા છે.

- જ્યારે 95 ડેમ 25%થી નીચે ભરાયેલા છે.

આ વરસાદથી ખેડૂતો અને સામાન્ય જનતાને ભારે રાહત મળી છે અને રાજ્યમાં પાણીની સમસ્યા હળવી બનવાની આશા છે.

જાણો ડેમ સ્થિતિ વિગતવાર