Gandhinagar

ઔદ્યોગિક એકમમાં મહિલાની માલિકી મામલે ગુજરાત દેશના ટોપ-10માં પણ નહીં, આ રાજ્યો આપણાથી આગળ

By GS Team
27 Jun 20261 min read
TukuTouch Logo
ગુજરાતમાં એક વર્ષમાં 8.43 લાખ MSME એકમ નોંધાયા છે, જેમાં 1.96 લાખ એકમ મહિલાઓની માલિકીના છે. જોકે, મહિલા માલિકીના MSME એકમોની નોંધણીમાં ગુજરાત દેશના ટોચના 10 રાજ્યોમાં પણ નથી. તેલંગાણા 9.74 લાખ સાથે મોખરે છે. બેન્ક લોન, જમીન અને સુરક્ષા જેવી સમસ્યાઓ આ પાછળના કારણો હોઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઔદ્યોગિક એકમમાં મહિલાની માલિકી મામલે ગુજરાત દેશના ટોપ-10માં પણ નહીં, આ રાજ્યો આપણાથી આગળ

Gujarat MSME: ગુજરાતમાં એક વર્ષમાં 8.43 લાખ માઇક્રો-સ્મોલ-મીડિયમ (એમએસએમઇ) એકમ નોંધાયા છે. તેમાં મહિલાની માલિકી હેઠળના એકમોની સંખ્યા 1.96 લાખ છે. એક વર્ષમાં મહિલાની માલિકી હેઠળના સૌથી વધુ એમએસએમઇ એકમ નોંધાયા હોય તેવા દેશના ટોચના 10 રાજ્યોમાં પણ ગુજરાતનો સમાવેશ થતો નથી.

બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ પણ ગુજરાતથી આગળ

દર વર્ષે 27મી જૂનની ઉજવણી 'માઇક્રો, સ્મોલ, મીડિયમ એન્ટરપ્રાઇઝ ડે' તરીકે કરવામાં આવે છે. વર્ષ 2025-26 દરમિયાન મહિલાની માલિકી હેઠળના સૌથી વધુ ઔદ્યોગિક એકમોમાં તેલંગાણા 9.74 લાખ સાથે મોખરે જ્યારે મહારાષ્ટ્ર 7.55 લાખ સાથે બીજા સ્થાને છે. અન્ય રાજ્ય કે જ્યાં ઔદ્યોગિક એકમોની માલિકી તરીકે મહિલાની સંખ્યા વધારે નોંધાઇ છે તેમાં બિહાર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.

Women-Owned Businesses.jpg

જાણકારોના મતે બેન્ક લોન-ગેરંટીની મુશ્કેલી, જમીન-ઔદ્યોગિક પ્લોટ મેળવવામાં અડચણ, ભારે ઉદ્યોગોમાં પુરુષોનું પ્રભુત્વ, જીઆઇડીસી વિસ્તારોમાં પરિવહન-સુરક્ષાની સમસ્યા, ઘણાં પરિવાર આધારિત ઉદ્યોગો પુરુષોના નામ નોંધાયેલા હોવા જેવા પરિબળો તેના માટે જવાબદાર છે.

ગુજરાતને ઉદ્યોગ સાહસિકોની ધરતી કહેવાય છે પણ નવા ઔદ્યોગિક એકમો નોંધાવવા મામલે મોખરાના રાજ્યોમાં સામેલ નથી. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર 20.51 લાખ સાથે મોખરા સ્થાને છે. ઉત્તર પ્રદેશમાં 19.72 લાખ, તેલંગાણામાં 14.34 લાખ, તામિલનાડુમાં 12.32 લાખ, બિહારમાં 8.84 લાખ, કર્ણાટકમાં 8.64 લાખ જેટલા ઔદ્યોગિક એકમો નોંધાયા છે.