Gujarat

મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો

By GS TEAM
2 Apr 20262 mins read
TukuTouch Logo
અત્યાર સુધી મિલકતના સોદા પછી રેવન્યુ રેકોર્ડમાં પાકી એન્ટ્રી પાડવા માટે 30 દિવસનો નોટિસ પિરિયડ ફરજિયાત હતો. પરંતુ હવે જો મિલકત વિવાદ વગરની હોય અને તમામ હકદારોની સહી હોય, તો તે જ દિવસે પાકી એન્ટ્રી પાડી દેવામાં આવશે. આ નિર્ણયથી બ્લેકમેલિંગ કરતા તત્વો પર લગામ લાગશે.

Summarized by AI; it may make mistakes. Check important info

મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો

 AI IMAGE

Ahmedabad News : ગુજરાત સરકારે જમીન મહેસૂલ કાયદામાં ક્રાંતિકારી ફેરફાર કરીને સામાન્ય જનતાને મોટી રાહત આપી છે. વર્ષો જૂની નોટિસ પિરિયડની પ્રથામાં ફેરફાર થતા હવે મિલકતની ખરીદ-વેચાણ પ્રક્રિયા વધુ ઝડપી અને પારદર્શક બનશે.

30 દિવસનો વેઇટિંગ પિરિયડ ખતમ

અત્યાર સુધી મિલકતના સોદા પછી રેવન્યુ રેકોર્ડમાં પાકી એન્ટ્રી પાડવા માટે 30 દિવસનો નોટિસ પિરિયડ ફરજિયાત હતો. પરંતુ હવે જો મિલકત વિવાદ વગરની હોય અને તમામ હકદારોની સહી હોય, તો તે જ દિવસે પાકી એન્ટ્રી પાડી દેવામાં આવશે. આ નિર્ણયથી બ્લેકમેલિંગ કરતા તત્વો પર લગામ લાગશે.

વાંધા અરજી માટે હવે માત્ર 7 દિવસ

જો મિલકત વિવાદાસ્પદ હોય અથવા છેલ્લા એક વર્ષમાં કોઈ ફેરફાર થયો હોય, તો અગાઉ લાંબો સમય મળતો હતો. હવે નવા નિયમ મુજબ, વાંધા રજૂ કરવા માટે માત્ર 7 દિવસનો સમય મળશે. આનાથી રેવન્યુ કોર્ટમાં ચાલતા કેસોનો ઝડપી નિકાલ આવશે.

આ પણ વાંચો : વોર કે નો વોર.... 20 મિનિટના ભાષણમાં ઈરાન અને હોર્મુઝ મુદ્દે દુનિયાને શું મેસેજ આપ્યો ટ્રમ્પે?

કોર્ટના ઓર્ડરની સીધી અમલવારી

સૌથી મહત્વનો ફેરફાર અદાલતી હુકમો બાબતે છે. જો કોઈ મિલકત અંગે અદાલત કે ટ્રિબ્યુનલે ચુકાદો આપ્યો હોય, તો તેની અમલવારી માટે હવે અલગથી 135-ડીની નોટિસ આપવાની જરૂર રહેશે નહીં. કોર્ટના ઓર્ડર મુજબ સીધી જ એન્ટ્રી પાડી દેવામાં આવશે.

શા માટે લેવાયો આ નિર્ણય?

ઘણીવાર ખોટા વાંધા ઉઠાવીને ખરીદનાર કે વેચનાર પાસેથી નાણાં પડાવવાની ફરિયાદો ઉઠતી હતી. જૂના બાનાખત કે કાચી ચિઠ્ઠીના આધારે થતી હેરાનગતિ રોકવા માટે રાજ્ય સરકારે આ ઐતિહાસિક સુધારો કર્યો છે. આ નવા નિયમોથી ગુજરાતમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં પારદર્શકતા વધશે અને સામાન્ય માણસને સરકારી કચેરીઓના ધક્કામાંથી મુક્તિ મળશે.