Gujarat

ગુજરાત પેટાચૂંટણી: કડીમાં બે જૂથ સામસામે આવી જતાં વિવાદ, પોલીસે મામલો થાળે પાડ્યો

By GS TEAM
19 Jun 20252 mins read
TukuTouch Logo
ગુજરાતમાં કડી અને વિસાવદની બેઠક પર ગુરૂવારે (19 જૂન) પેટાચૂંટણીનું આયોજન કરાયું છે. જેમાં વહેલી સવારથી મતદારો મતદાન કરવા પહોંચી રહ્યા છે. સવારે મતદાન ધીમું જોવા મળી રહ્યું હતું. જોકે, 11 વાગ્યા બાદ મતદાનની ટકાવારીમાં નોંધનીય વધારો જોવા મળી રહ્યો છે. જોકે, આ દરમિયાન કડીમાંથી અચાનક બે જૂથો વચ્ચે વિવાદના સમાચાર સામે આવ્યો છે. જેમાં પોલીસે વચ્ચે પડી મામલો થાળે પાડવો પડ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત પેટાચૂંટણી: કડીમાં બે જૂથ સામસામે આવી જતાં વિવાદ, પોલીસે મામલો થાળે પાડ્યો

Gujarat Kadi By-Election: ગુજરાતમાં કડી અને વિસાવદની બેઠક પર ગુરૂવારે (19 જૂન) પેટાચૂંટણીનું આયોજન કરાયું છે. જેમાં વહેલી સવારથી મતદારો મતદાન કરવા પહોંચી રહ્યા છે. સવારે મતદાન ધીમું જોવા મળી રહ્યું હતું. જોકે, 11 વાગ્યા બાદ મતદાનની ટકાવારીમાં નોંધનીય વધારો જોવા મળી રહ્યો છે. જોકે, આ દરમિયાન કડીમાંથી અચાનક બે જૂથો વચ્ચે વિવાદના સમાચાર સામે આવ્યો છે. જેમાં પોલીસે વચ્ચે પડી મામલો થાળે પાડવો પડ્યો હતો. 

આ પણ વાંચોઃ કડી-વિસાવદર સહિત 4 રાજ્યની 5 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન શરૂ, પરિણામ ક્યારે?

શું હતી ઘટના? 

કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી દરમિયાન કડી શહેરની શાંતાબેન માણેકલાલ પટેલ પ્રાથમિક શાળા ખાતે આવેલા બુથ નંબર 134 અને 154 પર બે જૂથો સામસામે આવી જતાં મામલો ગરમાયો હતો. સામાન્ય બાબતે રજૂઆત કરવાના મુદ્દે થયેલી આ બબાલના કારણે ઘટનાસ્થળે મામલો બિચક્યો હતો. જોકે, સુરક્ષાના ધોરણને ધ્યાને રાખી તાત્કાલિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અને સમગ્ર ઘટનાને થાળે પાડવામાં આવી હતી.

કડી બેઠકની શું છે સ્થિતિ? 

કડી બેઠકની વાત કરીએ તો અહીં 289927 મતદારો માટે  294 મતદાન મથકોનું આયોજન કરવામાં આવ્યું છે.  મતદાન મથકે કુલ 1900થી વધુ કર્મચારીઓને ફરજ પર તહેનાત કરાયા છે. 

આ પણ વાંચોઃ Gujarat Rain: ગુજરાતભરમાં સવારથી મેઘરાજાની ધડબડાટી, 3 જિલ્લામાં 3 ઈંચ, જુઓ 90 તાલુકાની સ્થિતિ

કડી અને વિસાવદરની બેઠક  કેમ ખાલી થઈ બેઠક?

ગુજરાતની વાત કરીએ તો, કડીમાં પૂર્વ ધારાસભ્ય કરસન સોલંકીના મૃત્યુના કારણે કડી વિધાનસભા બેઠક ખાલી થઈ હતી. આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. આ સિવાય વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યે રાજીનામું આપી ભાજપમાં સામેલ થઈ ગયા હતાં, જેના કારણે વિસાવદર બેઠક ખાલી થઈ હતી.