Get The App

જામનગરના મહારાજા શત્રુશલ્યસિંહજીની તબિયત લથડી, ડોક્ટરોએ આપી આરામ કરવાની સલાહ

Updated: Nov 7th, 2024

GS TEAM

Google News
Google News
જામનગરના મહારાજા શત્રુશલ્યસિંહજીની તબિયત લથડી, ડોક્ટરોએ આપી આરામ કરવાની સલાહ 1 - image

Jam Saheb Shatrushalya Singh: જામનગરના મહારાજા શત્રુશલ્યસિંહજી જાડેજાની તબિયત અચાનક લથડી છે. ડોક્ટરોએ તેમના બંગલૉ પર આવી તાત્કાલિક સારવાર આપી હતી. આ સાથે નાદુરસ્ત તબિયતના કારણે તબીબોએ જામસાહેબને આરામ કરવાની સલાહ આપી છે. 

આ પણ વાંચોઃ જામનગરના મયુરનગર વિસ્તારમાં રહેતા બે યુવાનો પર જૂની અદાવતના કારણે હુમલો : ત્રણ સામે ફરિયાદ

જામસાહેબની શુભેચ્છકો માટે સૂચના 

જામસાહેબે એક પત્ર જાહેર કરાવી શુભેચ્છકોને સંદેશ આપ્યો છે, જેમાં કહેવાયું છે કે, 'જામ સાહેબને આરામ કરવા માટે ખૂબ જ ગંભીરતા પૂર્વક સલાહ આપવામાં આવી છે. તેથી શક્ય હોય ત્યાં સુધી મુલાકાતીઓ અને ફોન પર વાત કરવાથી પણ દૂર રાખવામાં આવી રહ્યા છે.’ 

જામનગરના મહારાજા શત્રુશલ્યસિંહજીની તબિયત લથડી, ડોક્ટરોએ આપી આરામ કરવાની સલાહ 2 - image

આ પણ વાંચોઃ જામજોધપુરના વાંસજાળીયાની ડિસ્ટ્રીક કો. ઓપરેટિવ બેન્કનો કેશિયર 34.45 લાખની રોકડ રકમ લઈને છુમંતર

જામ સાહેબ વતી પત્રમાં લખવામાં આવ્યું છે કે, 'ક્ષમા ચાહું છું મિત્રો, પરંતુ હું કોશિશ કરીશ જ્યારે સાજો થઈ જઈશ ત્યારે ફરી મળતા રહીશું'

શારીરિક અને માનસિક આરામની જરૂર

જામ સાહેબના નજીકના સુત્રોનું કહેવું છે કે, જામ સાહેબને ઉંમરને લગતી સમસ્યા છે. દિવાળીના તહેવારોના સમયમાં વધારે લોકો તેમને મળવા આવ્યા. સાથે જ અનેક ફોન કોલ આવ્યા, જેના કારણે બાપુ થાકી ગયા છે. જેથી તેમને શારીરિક અને માનસિક આરામની જરૂર છે.