Get The App

જામનગરના મયુરનગર વિસ્તારમાં રહેતા બે યુવાનો પર જૂની અદાવતના કારણે હુમલો : ત્રણ સામે ફરિયાદ

Updated: Nov 7th, 2024

GS TEAM

Google News
Google News
જામનગરના મયુરનગર વિસ્તારમાં રહેતા બે યુવાનો પર જૂની અદાવતના કારણે હુમલો : ત્રણ સામે ફરિયાદ 1 - image

image : Freepik

Jamnagar Crime : જામનગરમાં મયુર નગર વિસ્તારમાં રહેતા એક યુવાને જુની અદાવતના કારણે પોતાના ઉપર તેમજ પોતાના મિત્ર ઉપર છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે સ્થાનિક ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

 જામનગરમાં મયુરનગર વામ્બે આવાસ રોડ પર રહેતો સિરાજ ભીખુભાઈ સંઘાર નામનો 20 વર્ષનો યુવાન કે જે ગઈકાલે પોતાના મિત્ર રૂસ્તમ સાથે બાઈકમાં જઈ રહ્યો હતો, જે દરમિયાન રસ્તામાં તેઓને ઈરફાન જુણેજા સહિતના ત્રણ શખ્સોએ રોક્યા હતા, અને જુની અદાવતનું મન દુઃખ રાખીને છરી અને ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી.

 જેથી ઇજાગ્રસ્ત બંને યુવાનોને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. આ હુમલાના બનાવ અંગે સિરાજ ભીખુભાઈ સંધિ એ જામનગરના ઈરફાન ઇસુબ જુણેજા, યસ સુરેશભાઈ વરણ તેમજ અમન બોદુભાઈ મલેક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા ત્રણેય આરોપી સામે ગુનો નોંધી તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.