IPCLના કર્મચારીઓને ફરી નોકરીએ રાખવાનો ગુજરાત હાઈકોર્ટનો ઈનકાર, 448 અરજીઓ ફગાવી
Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટે ઈન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિ.(IPCL)માં સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS)નો વિકલ્પ વિકલ્પ પસંદ કરનારા 448 કર્મચારીઓને નોકરીમાં પુનઃસ્થાપિત કરવાનો ઈન્કાર કરી દીધો હતો. જસ્ટિસ એ.એસ.સુપહિયા અને જસ્ટિસ આર.ટી.વાચ્છાણીની ખંડપીઠે ઠરાવ્યું હતું કે, આ કર્મચારીઓએ પોતાની રીતે સ્વૈચ્છિક નિવૃર્તિને વિકલ્પ નિવૃત્તિનો વિકલ્પ પસંદ કર્યો હતો. આ દરમિયાન સ્વૈચ્છિક નિવૃત્તિ યોજનામાંથી તેઓને પાછા ખેંચ્યા ન હતા અને તેથી તે નોકરીમા પુનઃસ્થાપિત થવા અધિકારી નિવૃત્તિ યોજનામાથી તેઓન નથી. હાઈકોર્ટે અરજદાર કર્મચારીઓ દ્વારા કરાયેલી ઢગલાબંધ અપીલો ફગાવતાં આ હુકમ જાહેર કર્યો હતો.
ગુજરાત હાઇકોર્ટે શું કહ્યુ....
હાઇકોર્ટે વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે, અરજદાર કર્મચારીઓએ તા. 20-3-2007 પછી સંબંધિત યોજનામાંથી પાછા ખેંચવા માટે અરજીઓ દાખલ કરી હતી, પરંતુ તે તારીખે તો માન્યતા (યોજનાની સમયમર્યાદા) સમાપ્ત થઈ ગઈ હતી. કર્મચારીઓના પાવર ઓફ એટર્ની ધારકની જુબાનીનો ઉલ્લેખ કરતાં ખંડપીઠે વધુમાં જણાવ્યું કે, પુરાવાઓ પરથી એ પ્રસ્થાપિત થાય છે કે, બધા જ કર્મચારીઓને યોજનાની છેલ્લી તારીખની જાણ હતી અને તે સારી રીતે વાકેફ હતા. અરજદાર કર્મચારીઓએ નિયત તારીખ પહેલાં સંબંધિત યોજનામાંથી તેમને પાછા ખેંચવા રજૂઆત કરતી અરજી કરી ન હતી. તા. 3-4-2007ના રોજ ગેજ્યુઈટી સહિતની સંબંધિત રકમ પણ તેમના ખાતામાં જમા કરાવાઈ હતી.
આ પણ વાંચો: PM મોદીનો મોટો નિર્ણય, UNGAની બેઠકમાં ભાગ લેવા અમેરિકા નહીં જાય, જાણો કોણ જશે?
હાઇકોર્ટે જણાવ્યું કે, કર્મચારીઓ એ બાબત પુરવાર કરવામાં નિષ્ફળ ગયા છે કે, તેમણે તા.20-3-2007ના રોજ અથવા તે પહેલાં વીઆરએસ યોજનામાંથી પાછા ખેંચવા માટેની અરજી કરી હતી. તેમની અરજીઓ યોજના બંધ થયા પછીની તારીખની છે. સુપ્રીમ કોર્ટે પણ સ્પષ્ટપણે ઠરાવ્યું છે કે, જ્યાં યોજના કરાર આધારિત છે અને કાયદાકીય નથી, તેવા કિસ્સાઓમાં ભારતીય કરાર અધિનિયમ -1872 લાગુ પડશે. હાઇકોર્ટ કર્મચારીઓ તરફથી કરાયેલી દલીલો ગ્રાહ્ય રાખી ન હતી અને ઠરાવ્યું હતું કે, તમે સંબધિત યોજનાની અવધિ પૂર્ણ થઈ ત્યાં સુધી તેમાંથી પાછા ખસી જવા અંગે અરજીઓ કરી ન હતી અને તેથી તમને નોકરીમાં પુનઃસ્થાપિત થવાનો અધિકાર રહેતો નથી.
શું હતો કર્મચારી અને કંપની વચ્ચેનો સમગ્ર વિવાદ?
આ સમગ્ર વિવાદ આઈપીસીએલ દ્વારા 6-3-2007ના પરિપત્ર દ્વારા રજૂ કરાયેલ વીઆરએસ-વીએસએસ યોજના હેઠળ સ્વૈચ્છિક નિવૃત્તિ મેળવવા માંગતા કર્મચારીઓ માટે ઓફર મૂકી હતી. આ યોજના તા.6-3-2007થી તા.20-3-2007 સુધી કાર્યરત હતી. હાલના અપીલકર્તા કર્મચારીઓ સહિત 2400 જેટલા કર્મચારીઓએ ઉપરોકત યોજના હેઠળ લાભ લેવા અરજી કરી હતી. તા. 20-3-2007ના રોજ ઓફિસ ઓર્ડર દ્વારા કર્મચારીઓની અરજીઓની સ્વકૃતિ જાહેર કરાઈ હતી.
જો કે, યોજનાની મુદત સમાપ્ત થઈ જવાના બીજા દિવસે કર્મચારીઓએ તેઓ આ યોજનામાંથી તેઓને પાછા ખેંચવા માંગે છે, તેવી અરજી કરી હતી. જો કે, કંપનીએ તેમની આ અરજી નકારી કાઢી હતી. જેથી અપીલકર્તા કર્મચારીઓએ પાછલા વેતન સાથે નોકરીમાં પુનઃસ્થાપિત કરવા લેબર કોર્ટ, વડોદરામાં વિવાદ દાખલ કર્યો હતો. જો કે, લેબર કોર્ટે તેમની આવી કોઈ રાહત આપવાનો ઈન્કા કરી દીધો હતો. જેથી કર્મચારીઓએ લેબર કોર્ટના હુકમને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. સીંગલ જજે પણ લેબર કોર્ટના હુકમને પડકારતી કર્ચારીઓની અરજી ફગાવી દીધી હતી. જેની સામે હાલની અપીલો દાખલ કરાઈ હતી. જો કે, તમામ અપીલો પણ ખંડપીઠે ફગાવી દીધી હતી.