PM મોદીનો મોટો નિર્ણય, UNGAની બેઠકમાં ભાગ લેવા અમેરિકા નહીં જાય, જાણો કોણ જશે?
PM Modi and UNGA Meet : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાલુ વર્ષના અંતે યોજાનારી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ની બેઠકમાં ભાગ નહીં લે. તેમના બદલે વિદેશમંત્રી એસ. જયશંકર અમેરિકા જશે. બેઠકના વક્તાઓની સુધારેલી યાદી જાહેર થયા બાદ આ માહિતી સામે આપી હતી.
ટ્રમ્પ યુએનજીએમાં સામેલ થવાના છે...
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું 80મું સત્ર 9 સપ્ટેમ્બરથી શરૂ થશે. ત્યારપછી ઉચ્ચ-સ્તરીય બેઠક 23 થી 29 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ બેઠકમાં પ્રથમ વક્તા બ્રાઝિલ હશે, જ્યારે ત્યારપછી અમેરિકા મહાસભાને સંબોધશે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 23 સપ્ટેમ્બરે UNGA ના પોડિયમ પરથી વૈશ્વિક નેતાઓને સંબોધિત કરશે. પ્રમુખ તરીકેના તેમના બીજા કાર્યકાળમાં ટ્રમ્પ પ્રથમ વખત સંયુક્ત રાષ્ટ્ર સત્રને સંબોધિત કરશે.
પહેલાનો કાર્યક્રમ શું હતો?
વિદેશમંત્રી જયશંકર 27 સપ્ટેમ્બરે ભારત વતી સત્રને સંબોધિત કરશે. પરંતુ અગાઉ જુલાઈમાં જાહેર કરાયેલ વક્તાઓની યાદીમાં પીએમ મોદીનું નામ સામેલ હતું. તે યાદી અનુસાર, પીએમ મોદી 26 સપ્ટેમ્બરે UNGA ને સંબોધિત કરવાના હતા.