Get The App

આંગણવાડી બહેનો માટે મોટા સમાચાર, 1 એપ્રિલથી એરિયર્સ સાથે વેતન ચૂકવવાનો ગુજરાત HCનો આદેશ

Updated: Aug 20th, 2025

GS TEAM

Google News
Google News
આંગણવાડી બહેનો માટે મોટા સમાચાર, 1 એપ્રિલથી એરિયર્સ સાથે વેતન ચૂકવવાનો ગુજરાત HCનો આદેશ 1 - image


Ahmedabad News : રાજ્યમાં આંગણવાડી બહેનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી 1 એપ્રિલથી આંગણવાડી વર્કર્સ અને હેલ્પ વર્કર એરિયર્સ સાથે વેતન ચૂકવવાનો ગુજરાત હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. જેમાં સરકારે 6 મહિનામાં આ ચૂકવણી કરવાની રહેશે. હાઈકોર્ટના આદેશ મુજબ હવે આંગણવાડી વર્કર્સને 24,800 અને આંગણવાડી હેલ્પ વર્કરને 20,300 વેતન ચૂકવામાં આવશે.

ગુજરાત હાઇકોર્ટે આંગણવાડી બહેનો માટે મહત્ત્વપૂર્ણ હુકમ કર્યો છે. હાલના ધોરણે આંગણવાડી વર્કર્સને 10 હજાર અને હેલ્પ વર્કરના 5000 પગાર મળે છે. વર્ષ 2024માં હાઈકોર્ટના સિંગલ જજ દ્વારા કરેલા હુકમને લઈને સરકાર અપીલમાં ગઈ હતી. જેને લઈને  હોઈકોર્ટે ચૂકાદો આપતાં આંગણવાડી વર્કર્સને મોટી રાહત મળી છે. જેમાં કેન્દ્ર અને રાજ્યના સંકલનમાં અથવા રાજ્ય સરકારે એકલા જ વેતન ચૂકવવાની ફરજ પડી શકી છે. 

આ પણ વાંચો: તો બોલ દે કી મુસેફને મારા.. અમદાવાદની સ્કૂલમાં સગીર વિદ્યાર્થીના હત્યારાની ચોંકાવનારી ચેટ મળી

આંગણવાડી કામદારો અને સહાયિકાઓને ચાલુ નાણાકીય વર્ષથી અદાલત દ્વારા નક્કી કરેલી મજૂરીના બાકી રકમની ચૂકવણી કરવાને લઈને હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે. 

Tags :