દુષ્કર્મ કેસ: ગુજરાત હાઇકોર્ટે આસારામના જામીન એક મહિનો લંબાવ્યા, 3 મહિના વધારવાની કરી હતી માગ
Gujarat High Court On Asaram's bail : ગાંધીનગર કોર્ટે દુષ્કર્મ કેસમાં આસારામને આજીવન કેદની સજા ફટકારી છે. અગાઉ સુપ્રીમ કોર્ટે 7 જાન્યુઆરી, 2025એ દુષ્કર્મ કેસમાં આસારામને સ્વાસ્થ્યના આધારે 31 માર્ચ સુધીના વચગાળાના જામીન આપ્યા હતા. આ પછી ગુજરાત હાઇકોર્ટે 30 જૂન સુધી જામીન ગ્રાહ રાખ્યા હતા. જોકે, ફરીથી જામીન લંબાવવાને લઈને કરેલી અરજી અંગે હાઇકોર્ટે આસારામના જામીન એક મહિના માટે લંબાવાયા છે.
આસારામના જામીન એક મહિનો લંબાવ્યા
દુષ્કર્મ કેસના આરોપી આસારામને તબીબી કારણોસર વચગાળાના જામીન આપ્યા હતા. જ્યારે આસારામ દ્વારા જામીન લંબાવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેને લઈને હાઇકોર્ટમાં દોઢ કલાક સુધી સુનાવણી ચાલી હતી. આસારામે વધુ ત્રણ મહિના માટે જામીનને લઈને અરજી કરી હતી, ત્યારે હાઇકોર્ટે એક મહિનાના જામીન મંજૂર કર્યા છે.
આસારામે વયોવૃદ્ધ અને બીમારીથી પીડાતા હોવાનું નેશનલ લીગલ સર્વિસ ઑથોરિટીનું સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. જ્યારે હાઇકોર્ટે આસારામના 1 મહિનાના વચગાળાના જામીન લંબાવાયા છે. અગાઉ 07 જુલાઈ સુધી જામીન લંબાવી આપ્યા હતા.