Get The App

અમદાવાદમાં રોડ પહોળો કરવા 400 વર્ષ જૂની મંછા મસ્જિદનો અમુક ભાગ તોડવા HCની મંજૂરી, ટ્રસ્ટની અરજી ફગાવાઈ

Updated: Oct 3rd, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં રોડ પહોળો કરવા 400 વર્ષ જૂની મંછા મસ્જિદનો અમુક ભાગ તોડવા HCની મંજૂરી, ટ્રસ્ટની અરજી ફગાવાઈ 1 - image

Ahmedabad News : અમદાવાદના સરસપુર વિસ્તારમાં રોડ પહોળો કરવાના પ્રોજેક્ટમાં 400 વર્ષ જૂની મંછા મસ્જિદનો અમુક ભાગને લઈને ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરાઈ હતી. સમગ્ર મામલે હાઇકોર્ટની ડબલ જજની બેન્ચે સુનાવણી કરી હતી. જેમાં હાઇકોર્ટે અરજી ફગાવીને મસ્જિદનો અમુક ભાગ તોડવાને લઈને મંજૂરી આપી છે.

400 વર્ષ જૂની મંછા મસ્જિદનો અમુક ભાગ તોડવા HCની મંજૂરી

મળતી માહિતી મુજબ,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ દ્વારા સરસપુરમાં રોડ પહોળો કરવાની કામગીરીમાં મસ્જિદની રચનાનો એક ભાગ સામેલ હતો. સમગ્ર મામલે મંછા મસ્જિદ ટ્રસ્ટ દ્વારા તેની 400 વર્ષ જૂની હવેલીનો એક ભાગ મામલે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં ટ્રસ્ટે દલીલ કરી હતી કે, વકફ કાયદાની જોગવાઈઓ અવગણીને મસ્જિદની રચનાનો એક ભાગ તોડવાથી તેના હકોનો ભંગ થશે. જેને લઈને હાઇકોર્ટે નોંધ્યું હતું કે, ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન્સ(GPMC) એક્ટના નિયમ મુજબ અહીં મ્યુનિસિપલ કમિશ્નર પાસે ઉપલબ્ધ વિશેષ સત્તા લાગુ પડશે. જેથી આ કેસમાં વકફ કાયદો લાગુ પડે નહીં.

આ પણ વાંચો: ગુજરાત પર 'શક્તિ' વાવાઝોડાનો ખતરો! 100-110 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા

અમદાવાદના કાલુપુર, સરસપુર સહિતના વિસ્તારોમાં ભારે ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે. તેવામાં રેલવે, મેટ્રો રેલ અને બુલેટ ટ્રેનની કામગીરી થતી હોય છે. તેવામાં તંત્ર દ્વારા રોડ પહોળો કરવાની કામગીરી હાથ ધરી છે, ત્યારે સરસપુર મંછા મસ્જિદનો અમુક ભાગને લઈને ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરાઈ હતી.