જૂનાગઢમાં મેઘરાજાની જમાવટ, 24 કલાકમાં ગુજરાતના 215 તાલુકામાં ધડબડાટી બોલાવી
Gujarat Rain Data: ગુજરાતના અનેક જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં એટલે કે 27 જૂન 2025ના રોજ સવારે 6:00 વાગ્યા સુધીમાં વરસાદ નોંધાયો છે. જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં સૌથી વધુ 157 મિલીમીટર (6.18 ઇંચ) વરસાદ ખાબક્યો છે. જ્યારે સાબરકાંઠાના વડાળીમાં પણ 153 મિલીમીટર (6.0 ઇંચ) જેટલો ભારે વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ ગીર સોમનાથના તાલાલામાં 135 મિલીમીટર (5.31 ઇંચ) વરસાદ પડ્યો. સુરત જિલ્લાના મહુવા અને જૂનાગઢના વિસાવદરમાં 133 મિલીમીટર (5.24 ઇંચ) વરસાદ નોંધાયો હતો.
માંગરોળ (જૂનાગઢ) 130 મિલીમીટર (5.1 ઇંચ) અને ખેરગામ (નવસારી)માં 119 મિલીમીટર (4.69 ઇંચ), ગીર સોમનાથના સુત્રાપાડામાં 117 મિલીમીટર (4.61 ઇંચ),નવસારીના ચિખલીમાં 115 મિલીમીટર (4.53 ઇંચ), સાબરકાંઠાના ઇડરમાં 108 મિલીમીટર (4.3 ઇંચ), ખેડબ્રહ્મામાં 104 મિલીમીટર (4.1 ઇંચ) અને બનાસકાંઠાના વડગામમાં 102 મિલીમીટર (4.0 ઇંચ) વરસાદ નોંધાયો હતો.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર(SEOC)ના અહેવાલ મુજબ ગણદેવી, બારડોલી, ડોલવણ, રાણાવાવ, કામરેજ, પારડી, દાંતા, કલ્યાણપુર અને કેશોદ એમ કુલ નવ તાલુકાઓમાં ૩ ઇંચથી વધુ તેમજ કવાંટ, ભીલોડા, સુરત શહેર, નવસારી, કુંકાવાવ વાડિયા, ઉમરગામ, મહેસાણા, વલોદ, વિજાપુર, જામ જોધપુર, કુતિયાણા, ટંકારા, પાલનપુર, ધરમપુર, રાજુલા, પાટણ, લોધીકા, માણાવદર, અમરેલી, વલસાડ અને જલાલપોર મળી કુલ 21 તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત 40 તાલુકાઓમાં એક ઇંચથી વધુ અને 133 તાલુકાઓમાં એક ઇંચ કરતાં ઓછો વરસાદ નોધાયો હોવાના અહેવાલો છે.
રાજ્યનો ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 29.13 ટકા નોધાયો છે, જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં 31.20 ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં 21.50 ટકા વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં 30.93 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 30.36 ટકા અને કચ્છ ઝોનમાં 23.7 ટકા સરેરાશ વરસાદ નોધાયો છે.
આ પણ વાંચો: 148મી રથયાત્રા LIVE: ભગવાન જગન્નાથ નગરચર્યાએ...ભક્તો હર્ષોલ્લાસથી ઝૂમી ઊઠ્યાં
6 દિવસ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે શુક્રવારે (27 જૂન) કચ્છ, રાજકોટ, જૂનાગઢ, નવસારી, વલસાડ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં ભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહેસાણા, ગાંધીનગરમાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.
28 જૂનની આગાહી
28 જૂનના રોજ રાજ્યમાં કચ્છ-સૌરાષ્ટ્રમાં વરસાદનું સૌથી વધુ જોર જોવા મળશે. જેમાં કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પાટણ, બનાસકાંઠા જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.
29 જૂનથી 1 જુલાઈની આગાહી
રાજ્યમાં 29 જૂનથી 1 જુલાઈ દરમિયાન કચ્છ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, મહીસાગર, દાહોદ, સુરત જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે.
2 જુલાઈની આગાહી
2 જુલાઈના રોજ મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, નર્મદા, તાપી, સુરત, ડાંગ, વલસાડ, નવસારી, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.