Get The App

ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, 18-20 ઓગસ્ટ માટે ઓરેન્જ એલર્ટ જાહેર

Updated: Aug 16th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, 18-20 ઓગસ્ટ માટે ઓરેન્જ એલર્ટ જાહેર 1 - image


IMD Rain Forecast :  હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં રાજ્યમાં ચાર સિસ્ટમ સક્રિય છે અને ટૂંક સમયમાં પાંચમી સિસ્ટમ પણ સક્રિય થવાની સંભાવના છે, જેના કારણે વરસાદનું જોર વધશે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી

શનિવાર (16 ઓગસ્ટ): બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદની સંભાવના છે.

રવિવાર (17 ઓગસ્ટ): સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો: સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં રેડ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ

ઓરેન્જ એલર્ટ જાહેર

હવામાન વિભાગે 18 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી રાજ્યમાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે. આ સમયગાળા દરમિયાન ખાસ કરીને 18 ઓગસ્ટે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી શકે છે. નાગરિકોને સાવચેત રહેવા અને જરૂરી સાવધાની રાખવા અપીલ કરવામાં આવી છે.

વરસાદનું જોર ઘટશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 21 ઓગસ્ટથી વરસાદનું જોર ઘટવાની શક્યતા છે. જોકે, ત્યાં સુધી ભારે વરસાદની સ્થિતિ જળવાઈ રહેશે. રાજ્ય સરકારે આ આગાહીને ધ્યાનમાં રાખીને તમામ જિલ્લા વહીવટીતંત્રને એલર્ટ રહેવા સૂચના આપી છે. NDRFની ટીમોને પણ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર રહેવા જણાવાયું છે.

Tags :